તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:કોટડાસાંગાણીમાં અરડોઇના સરપંચ સહિત 100એ કેસરિયો ખેસ પહેર્યો

કોટડા સાંગાણીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણી તાલુકા મથકે રાજ ફાર્મ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, તાલુકાના પ્રભારી વિનુભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, મહામંત્રી શૈલેશભાઈ વઘાશિયા,વિપક્ષના પ્રતિપાલસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રમુખ ધમેઁન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ ટીલાળા, બાબુભાઈ ગઢીયાની હાજરીમાં અરડોઈ સરપંચ નરશીભાઈ ગજેરા, ઉપ સરપંચ હરેશભાઈ ભાલાળા, નિર્મળભાઈ લાવડીયા, અશોકભાઈ સુવાગીયા, પ્રેમજીભાઈ બગડા, જનકભાઈ માંજરીયા, કનુભાઈ સાથે અરડોઈ ગામના ૧૦૦ કાર્યકર્તાઓએ કોંગ્રસ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ઊપસ્થિત જિલ્લા લઘુમતી ઉપ પ્રમુખ સલીમભાઈ પતાણી, ભાજપ અગ્રણી જયદિપભાઈ ડવ, વિનુભાઈ ઠુંમર, લઘુમતી મોરચા પ્રમુખ અકબરભાઈ પરમાર, ધનશ્યામ ભાઈ મકવાણા, નરપતસિંહ જાડેજા, જગુભાઈ માંજરીયા, દિનેશભાઈ ચાવડા, રાજુભાઈ ધ્રાંગીયા હરસુખભાઈ સોલંકી, બાબુભાઈ મણવર, વલ્લભભાઈ ગજેરા વગેરે ઊપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...