તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:કોટડા સાંગાણીમાં બસ બંધ કરવામાં તંત્ર પાવરધું, નફાકારક બસને જ રજા આપી દેવાય છે

કોટડા સાંગાણી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોટડા સાંગાણીમાં એસ ટી તંત્ર દ્વારા અન્યાય થઇ રહ્યો છે અને અગત્યના રૂટની એસ ટી બસો અવારનવાર બંધ કરી દેવામાં આવતા લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. જેમાં રાજકોટ- વાસાવડ બસનો અગત્યનો રૂટ અવારનવાર બંધ કરી દેવામાં આવે છે. આ બસ ૧૫ ગામડાઓ માંથી ચાલે છે તે ૧૫ ગામડાના લોકોમાં ભારે રોષ જોવા મળે છે જે લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આ વર્ષો જૂનો રૂટ હોવાથી તેનું રાજકોટ ડેપો થકી સંચાલન કરવામાં આવતું હતું, તે આ બસનું જસદણ ડેપો ને સોંપવામાં આવેલે તે ડેપોમાંથી યોગ્ય સંચાલન કરવામાં આવતું ન હોવાની વિગત જાણવા મળી હતી.

એટલું જ નહીં, કર્મચારીના અભાવે એસ ટી બંધ કરવામા આવે છે તેવું બહાનું આગળ ધરી દેવામાં આવતાં મુસાફરો ભારે હેરાન થઇ રહ્યા છે. ઘણી બધી એસ ટી બસ અવારનવાર બંધ કરી દેવામાં આવે છે આ અંગે ઉચ્ચ અધિકારીઓને ટેલિફોન દ્રારા રજૂઆત કરવામાં આવે છે. તે રજૂઆતોને કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. ટૂંક સમયમાં જે બસ બંધ કરી દેવામાં આવી છે તે રાબેતા મુજબના રૂટો શરૂ કરી દેવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો