તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આફત:ગત વર્ષે અતિભારે, આ વર્ષે નહીંવત વરસાદે ખેડૂતોને રોવડાવ્યા

માણેકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં મેઘકૃપા નહીં થાય તો સૂકો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે

આ વર્ષે નહિવત વરસાદથી ખેતરમાં ઉભો પાક સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે ગત વર્ષે અતિભારે વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. આ વર્ષે ચોમાસું નબળું રહ્યું હોય તેમ વાવણી પણ મોડી થઈ હતી. બાદમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી અને હાલમાં પણ વરસાદના કોઈ જ એંધાણ ન હોય જેથી ખેતરમાં ઉભેલો મગફળી અને કપાસનો પાક સુકાવા લાગ્યો છે.

આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો આ પાક સંપૂર્ણ નિષ્ફળ જઈ શકે છે. આ અંગે ખેડૂતોએ કહ્યું હતું કે ગત વર્ષે અતિભારે વરસાદ પડતાં મગફળીનો પાક બગડી ગયો હતો. જો કે આ વર્ષે હજુ સાર્વત્રિક વરસાદ ન થતા ઉભો પાક સુકાવા લાગ્યો છે. જેથી સરકાર દ્રારા વહેલીતકે સર્વે કરી ખેડૂતોને મદદ કરવામાં આવે તે પણ જરૂરી છે.

1 વિઘે 14 હજારનો ખર્ચ
લુશાળાના ખેડૂત છગનભાઈ ખટારિયાએ કહ્યું હતું કે વિઘા દીઢ ખર્ચની વાત કરીએ તો બિયારણ, ખાતર, મજૂરી, ટ્રેકટર સહિત આશરે રૂ.14 હજારનો ખર્ચ થાય છે. જો સારૂ ઉત્પાદન મળે તો જ ખેડૂત નફો મેળવી શકે છે નહિતર નુકસાન સહન કરવું પડે છે.

હવે સિંચાઈના પાણી ડૂક્યાં
મઘરવાડાના ધવલભાઈ હેરભાએ કહ્યું હતું કે ગત વર્ષે સારા વરસાદથી હજુ પણ કુવા, બોરમાં સારા પાણી હતા જો કે હવે પાણી ડુક્વા લાગ્યા છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...