તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્માણ:માણેકવાડા ગામના ખેડૂતોએ રૂા. 50 હજારના ખર્ચે પાણી તળાવમાં વાળ્યું

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી અગતરાય ગામના તળાવ માં જઈ શકે તે માટે સિમેન્ટના ભુંગળા નાખ્યા હતા. - Divya Bhaskar
પાણી અગતરાય ગામના તળાવ માં જઈ શકે તે માટે સિમેન્ટના ભુંગળા નાખ્યા હતા.
  • સાબલી નદીની કેનાલનું પાણી હવે ખેતરોમાં નહી ફરી વળે

ખોરાસા સ્થિતિ સાબલીનદી પરના ડેમમાંથી કેનાલનું નિર્માણ કરાયું હતું ,જે માણેકવાડા સુધી લંબાઈ છે.પરંતુ આ જગ્યા પર કામ અધુરૂં મૂકી દેવામાં આવ્યું હોય જેથી ચોમાસાની સિઝનમાં પાણી આ કેનાલમાં થઈ ખેતરોમાં ફરી વળતું હતું, જેથી મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થતું હતુ અને આ પાણીનો સદઉપયોગ થાય તે માટે 35 થી વધુ ખેડૂતોએ 50 હજારનું ફંડ એકત્ર કર્યું હતું અને આ પાણી અગતરાય ગામના તળાવ માં જઈ શકે તે માટે સિમેન્ટના ભુંગળા નાખ્યા હતા.આ કામગીરીમાં રાયધનભાઈ ચાવડા, અશોકભાઈ ઓડેદરા,ભીમાભાઈ ડાંગર,ભીખુભાઈ આત્રોલીયા સહિતના ખેડૂતો જોડાયા હતા.

સફાઈ થતી જ નથી
આ કેનાલમાં ઝાડી-ડાખરા જોવા મળી રહ્યાં છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્રારા સફાઈ કરવામાં આવતી ન હોય જેથી આગામી દિવસોમાં આ કેનાલ જર્જરિત પણ બની શકે છે.

રજુઆત કોઈએ ન સાંભળી
ખેતરોમાં ફરી વળતા પાણીને લઈ ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હતી છતાં તંત્ર સાંભળતું જ ન હોય જેથી ખેડૂતોએ કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...