કોટડા સાંગાણીમાં મહમંદ પયંગબર વિરુધ્ધ ટિપ્પણી કરનારા નુપૂર શર્માને કડક સજા કરવામાં આવે તેવી માગણી સાથે મુસ્લિમ એકતા મંચએ મામલતદારને આવેદન આપી તેમને કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી હતી.
નૂપુર શર્મા દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા બદલ કોટડા સાંગાણીમાં મુસ્લિમ એક્તા મંચએ આવેદન પત્ર આપ્યું હતું અને માૈન રેલી યોજવામાં આવી હતી. શુક્રવારે નમાઝ બાદ આ રેલી જુમ્મા મસ્જિદથી મેઈન બજારથી શરીફ ચોક બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારને આકરી સજા કરવાની મુસ્લિમ સમાજે માગણી કરી હતી.
મુસ્લિમ આગેવાનોએ આવેદનમાં જણાવ્યું હતું કે નૂપુર શર્મા અને નવીન જિંદલએ ઇસ્લામના પયગંબર અને શાંતિ તેમજ ભાઈચારાના મસીહા માટે અપમાન જનક અભદ્ર ટિપ્પણી કરી છે. આ લોકો લોકતંત્ર માટે ખતરા સમાન છે. જેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કોટડા સાંગાણીના મામલતદારને આવેદન આપી આ રજૂઆત કેન્દ્ર સુધી કરવા અરજ કરી છે. વધુમાં જણાવાયું છે કે, વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિની દેશમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ, કડક સજા કરવી જોઇએ કે જેથી આવા લોકો માટે આ સજા એક નમૂનારૂપ બને. કોટડા સાંગાણી મુસ્લિમ એકતા મંચના ઇમરાનભાઈ પતાણી, ગામના મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.