પરેશાની:કોટડાસાંગાણીમાં ગોંડલી નદીના પુલ પર બાવળોની જમાવટથી અકસ્માતનો ખતરો

કોટડાસાંગાણી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ પર જ્યારે બે વાહનો સામસામે આવી જાય ત્યારે ચાલકોની પરેશાની ઔર વધે

કોટડાસાંગાણીમા ગોંડલી નદી પરના પુલ પર વધી ગયેલા બાવળો કાપવામાં તંત્ર ઠાગાઠૈયા કરતુ હોવાથી વાહન ચાલકોમા તંત્ર વિરૂદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. ખાસ કરીને જ્યારે પુલ પરથી પસાર થતા બે વાહનો સામસામે આવી જાય ત્યારે ઔર પરેશાની થાય છે અને ચાલકોને ઇજા થવાની સાથે અકસ્માત થવાની ભીતિ ઔર વધી જાય છે. આથી વહીવટી તંત્ર આ મુદાને ગંભીર સમજીને તાકીદે ઉકેલ લાવે તેવી માગણી છે. કોટડાસાંગાણીમા આવેલી ગોંડલી નદીના પુલ પર વધી ગયેલા બાવળો કાપવામાં નહી આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

તેમા પણ જ્યારે બે વાહનો ક્રોસ થતા હોઈ ત્યારે અકસ્માત થવાનો ભય પણ રહેતો હોય છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રના બહેરા અધિકારીઓના કાને આ વાત સંભળાતી નથી. એક તો ગોંડલી નદીનો સાંકડો પુલ તેમા ગોંડલ તરફ જવા માટે વાહનોની દિવસભર ભારે ભીડ રહેતી હોય છે. પરંતુ બાવળોની ઝાડીઓ રોડ પર ચાર ફુટ જેટલી પેશકદમીના કારણે રોડ વધુ પડતો સાંકડો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...