તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ:સતાપરની રાજકોટ જિલ્લા બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ

કોટડા સાંગાણી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દીવાલમાં બાકોરું પાડી પ્રવેશ કરનાર ઈસમ CCTVમાં કેદ

કોટડાસાંગાણીના સતાપર ગામની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાં પાછળથી દિવાલમા બાકોરૂ પાડી અજાણ્યા ઈસમે બેંકમા પ્રવેશી ચોરીનો પ્રયાસ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.ચોરીના ઈરાદે બેંકમા ઘુસેલો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કોટડાસાંગાણી તાલુકાના છેવાડાના ગામ સતાપરમા રાત્રીના સમયે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળના ભાગેથી દિવાલમા બાકોરૂ પાડી એક ઈસમે અંદર પ્રવેશી અંદર રહેલી વસ્તુઓ તેમજ ટેબલ વેર વિખેર કરી ચોરીનો પ્રયાસ કરતા નાના એવા ગામમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જ્યારે અંદર પ્રવેશ્યા બાદ કોઈ કારણોસર સિક્યુરીટી માટે રહેલી સાયરન વાગતા ચોરી કરવા આવેલો ઈસમ રફુચક્કર થયો હતો .જે અંગે ગોંડલ રહેતા બેંકના મેનેજર ધવલ રમેશ રૈયાણીએ કોટડાસાંગાણી પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં નોંધાવાયું હતું કે શુક્રવારની વહેલી સવારના અઢી વાગ્યાના અરસામા એવરેસ્ટ સિક્યુરીટી કંટ્રોલ રૂમ, રાજકોટથી ફોન આવ્યો હતો કે સતાપર બેંકમા સાયરન વાગે છે. ત્યારબાદ બેંક મેનેજરે પ્યુન હાર્દિકને જાણ કરતા હાર્દિક તથા તેમના પિતા બેંક ધસી ગયા હતા પરંતુ તેમને કશું વાંધા જનક જોવા મળ્યું ન હતું.

​​​​​​​બાદમાં બેંક પાસે આવેલી સહકારી મંડળી ના કલાર્ક ભગવાનજીભાઈ ધ્રાંગા ત્યાંથી પસાર થતા તેમની નજરે બેંકની પાછળના ભાગે પાડેલું બાકોરૂં જોવા મળતા બેંક મેનેજરને જાણ કરાઈ હતી. તેમણે બેંકના ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરી પોલીસમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો