જોખમી વળાંક:કોટડાસાંગાણીમાં માર્ગ પર બાવળનું સામ્રાજ્ય

કોટડાસાંગાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોખમી વળાંક પાસે વધી ગયેલા બાવળ કાપવાને બદલે નજર જ નથી કરાતી !

કોટડાસાંગાણી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તરફ જતા માર્ગ પરના વળાંકમા વધી ગયેલા બાવળના કારણે રોડ પર સતત અકસ્માતનો ભય સતાવે છે.છતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરવામાં આવતા વાહન ચાલકોમા રોષ ભભૂકી ઉઠ્યો છે.કોટડાસાંગાણી 42 ગામનો તાલુકો છે. જેને લઈને કામ અર્થે હજારો લોકો અહીં આવતા હોય છે. તેમા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કામ લોકોને વધુ પડતા હોય છે ત્યારે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત જતા માર્ગ પરના વળાંક પર વધી ગયેલા ગાંડા બાવળ કાપવામા નથી આવતા તેના કારણે અકસ્માતનો ખતરો તોળાતો રહે છે.

આ રોડ વાડી વિસ્તાર, શેમળા, ગોંડલ નેશનલ હાઈવે તરફ જવા માટે વાહનચાલકો આજ રોડનો ઉપયોગ કરતા હોવાથી વાહનની અવર જવર પણ વધુ રહે છે ત્યારે કોટડાસાંગાણી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત જવાના માર્ગ પરના વળાંક પાસે બે માસથી વધી ગયેલા બાવળોની ઝાડીઓ રોડ પર આવી ગઇ છે અને સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી. અરડોઈ મેઈન રોડ પરથી આવતા વાહનો ઝાડીઓના કારણે દેખાઈ શકતા નથી, પરંતુ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.

સાથે જ તાલુકા તંત્રના અધિકારીઓ અહીંથી પસાર થતા હોય છે. પરંતુ બાવળની ઝાડીઓ દુર કરવાની જવાબદાર તંત્રને સુચના આપવાને બદલે તેઓ પણ “તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ”ની માફક આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે કોઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને, જીવ જોખમમાં મુકાય તે પૂર્વે જ બાવળની ઝાડીઓ કાપી રોડ ખુલ્લો કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...