તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોટડાસાંગાણીમાં આધારની કામગીરી લેપટોપના અભાવે પંદર દિવસથી બંધ

કોટડા સાંગાણી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ સ્થિતિના લીધે એક માસથી કામ આમેય બંધ જ હતું

કોટડાસાંગાણીમા આધાર કાર્ડની કામગીરી છેલ્લા પંદર દિવસથી બંધ હોવાથી અરજદારોને ધરમનાધકક્કા ખાવા પડે છે.પરંતુ અધિકારીના પેટનુ પાણી પણ હલતુ ન હોઈ તેમ લાગી રહ્યુ છે.બીજી તરફ મામલતદારે જવાબદારી સ્વીકારવાને બદલે પોલીસ સામે આંગળી ચીંધતા ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

કોટડાસાંગાણી મામલતદાર કચેરીની બાજુમાં જ આવેલ એટીવીટી સેન્ટરમાથી પંદર દિવસ પુર્વે આધાર કાર્ડ ઓપરેટીંગનુ લેપટોપની ચોરી થયા બાદ મામલતદારતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી.જેની તપાસ પણ પોલીસ કરી રહી છે.પરંતુ તંત્ર દ્વારા અન્ય લેપટોપની વ્યવસ્થા કરવામાં ન આવતાં આધાર કાર્ડની કામગીરી શરૂ થઇ નથી .એક તરફ કોવિડના કારણે એક માસથી વધુના દિવસો આધાર કાર્ડની કામગીરી સુધારા તેમજ નવા ઈસ્યુ કરવા માટે બંધ રહ્યુ હતુ. ત્યારબાદ માંડ ચાર પાંચ દિવસ સુધી કામ ચાલુ થયા બાદ એટીવીટી સેન્ટરમા તસ્કરો કળા કરી લેપટોપની ચોરી કરી જતા તંત્ર દ્વારા કોઈ અન્ય લેપટોપની વ્યવસ્થા કરવામાં નહી આવતા તાલુકાના 42 ગામના અરજદારોને રૂપીયા ખર્ચીને ધરમનાધકક્કા ખાવાનો વારો આવે છે.

મામલતદારે મૌન સેવ્યું
મામલતદાર જે એસ વસોયાએ શરૂઆતમાં કંઇ કહેવાનો ઈન્કાર કર્યો હતો, બાદમાં એટલું જ જણાવ્યું હતું કે, ચોરી સામે રક્ષણનુ કામ પોલીસનુ છે. ખરેખર આ પોલીસખાતાની નિષ્ક્રિયતા છે. આમ, મામલતદારના જવાબથી આધાર માટે આવતા અરજદારોની તકલીફ વધી છે.

અન્ય સમાચારો પણ છે...