જેતપુર તાલુકાના પેઢલા ગામના એસપીવીએસ કેમ્પસમાં નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ હેઠળ સુરક્ષાસેતુ સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોતાને જ જો રક્ષણ માટે સક્ષમ બનાવે તો એનાથી મોટો કે કોઈ બીજો વિકલ્પ નથી સ્વરક્ષણ તાલીમથી મહિલા પોતાને માટે અને અન્ય સોસાયટી માટે પણ સુરક્ષાની મિશાલ બની શકે છે
પણ આ બધી વાતોથી નહિ પણ એના માટે પોતાને ટ્રેનિંગ કે ટ્રેન થવાની જરૂર છે અને તેનાથી જ તે પોતાની સુરક્ષા જાતે કરી શકશે આવા હેતુથી જ નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમમાં પેઢલા એસપીવીએસ કેમ્પસની ધોરણ 9 થી 12 ની 150 જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો અને સ્વરક્ષણની 12 દિવસની તાલીમ પણ લીધી.
જેમાં ટ્રેનર ઇન્સ્પેક્ટર મકવાણા હેમાંગ રમેશભાઈ દ્વારા આ વિદ્યાર્થીનીઓને જુડો,કરાટેની તાલીમ આપી અને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને બનતી પરિસ્થિતિમાંથી કઈ રીતે પોતાની જાતનો સ્વબચાવ કરવો તેની સંપુર્ણ તાલીમ 12 દિવસમાં આપવામાં આવી હતી. જેથી કરીને પોતાની સાથે ભવિષ્યમાં પણ ક્યારેય ઉભી થતી ખરાબ પરિસ્થિતિમાંથી તે પોતાનો આબાદ બચાવ કરી શકે અને સ્વાવલંબી બને નહિ કે પરાવલંબી! આ હેતુથી 150 વિદ્યાર્થીનીઓને 12 દિવસની તાલીમ અપાઈ હતી.
તાલીમ અંતર્ગત વિદ્યાર્થીનીઓ ને શુ ટ્રેનિંગ અપાઈ અને સ્વરક્ષણની માહિતી માટે એસપીવીએસ કેમ્પસ માં આજે 12 દિવસ ની તાલીમ પુર્ણ થયે એક સેમિનાર અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકાય તે હેતુથી શાળા લેવલે ડેમોટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓને મોમેન્ટો અને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.