આક્રોશ:વૃક્ષો શું કામ કાપ્યા ? જેતપુરમાં મહિલાઓના ધરણાં

જેતપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશાલ વાટિકા સોસાયટીમાં પાલિકાએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા મહિલાઓ રણચંડ
  • બનીમામલતદાર કચેરીએ ધસી જઇને સૂત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરી દેવા ધમકી આપી

જેતપુર શહેરની વિશાલવાટીકા સોસાયટીમાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ પણ જાતના હેતુ વગર વૃક્ષ કાપવામાં આવતા સ્થાનિક મહિલાઓએ મામલતદાર કચેરી એ ધરણા કર્યા હતા અને જે વૃક્ષોને 12 વર્ષથી સાચવીને ઉછેર્યા હતા તેનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું તે મુદે રોષ વ્યક્ત કરાયો હતો.

જેતપુરના સરદાર ચોક નજીક વિશાલવાટીકા સોસાયટીમાં 12 વર્ષથી ઉછેરીને મોટા કરેલા વૃક્ષોનું નગરપાલિકા દ્વારા નિકંદન કાઢી નાખતા સ્થાનિક રહેવાસીઓ અને મહિલાઓ મામલતદાર કચેરીએ દોડી ગયા હતા, ધરણા કર્યા હતા. જેતપુરના સરદાર ચોકથી નકલંગ આશ્રમ રોડ ઉપર આવેલી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા 12 વર્ષ જૂના વૃક્ષો જે.સી.બી.ની મદદથી નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો હતો.

વિશાલવાટીકા સોસાયટીના રહેવાસીઓએ એકત્રિત થઈને મામલતદાર કચરીએ દોડી જઇને ધરણાં કરી જણાવ્યું હતું કે , નગરપાલિકા વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરતી નથી અને અમે જ્યારે અમારા ખર્ચે વૃક્ષો વાવ્યા, ઉછેર્યા ત્યારે વૃક્ષો કાપી નાંખવામાં આવે છે તેની સામે અમારો વિરોધ છે કેમ કે વૃક્ષો કાપીને રસ્તો ન હોવા છતાં રસ્તો ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફરી નવા વૃક્ષો વાવવામાં નહી આવે ત્યાં સુધી ધરણાં કરીશું બાદમાં મહિલાઓના ધરણાંના પગલે મામલતદારે પોલીસને બોલાવીને સમજાવટનો માર્ગ અપનાવ્યો હતો અને બધાને રવાના કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...