તંત્ર ની બેદરકારી:‘અમારે તો રિપોર્ટ કરવાનો હોય, રિપેર થાય છે કે નહીં એ ન જોવાનું હોય’

જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધારા ઉલેચવાની રજૂઆતમાં મળ્યા આવા ઉત્તર
  • જેતપુર નવાગઢ બ્રિજ પરની લાઇટ્સ કાયમ બંધ

જેતપુર નવાગઢ નેશનલ હાઇવે બ્રીજ ઉપરની લાઈટ હંમેશા બંધ હાલતમાં હોય છે અને તેની રજૂઆત નેશનલ હાઇવેની મેન્ટેનન્સ શાખાના અધિકારીઓને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવતા એમણે એવો ઉડાવ જવાબ આપ્યો હતો કે અમારે તો માત્ર રજુઆત કરી રિપોર્ટ કરવાનો હોય છે, રીપેરીંગ થાય કે ન થાય એ જવાબદારી અમારી હોય નહીં અને તમારે લાઈટ રીપેરીંગ કરાવવી હોય તો ઉપલેટાના ડુમિયાણી ટોલનાકાના ઓફિસમાં રૂબરૂમાં રજુઆત કરવા જાવ નહીંતર મને કહેશો નહીં. આવા ઉડાઉ જવાબ લોકોને મળતા હોવાથી હવે પ્રજાજનોની ધીરજ પણ ખૂટી જવા આવી છે.

જેતપુર નવાગઢ હાઇવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના પરથી પસાર થવા માટે જે તે જગ્યાએ બનાવવામાં આવેલા ટોલબુથ પર તો તગડો ટોલ વસુલાય જ છે તેમ છતાં અહીંની લાઇટ્સ કાયમ બંધ હોવાથી એ અંગે શહેરના જાગૃત નાગરિકે રજૂઆત કરી તો એવા જવાબ મળ્યા કે અમારે તો ઉપર રજૂઆત કરીને રિપોર્ટ કરવાનો હોય, કામ થયું કે નહીં કે રીપેર થયું કે નહીં એ જોવાની જવાબદારી અમારી નથી.આથી જવાબદાર તંત્રને એની જવાબદારી નું ભાન કરાવામાં આવે તેવી માગણી નવાગડના જાગૃત નાગરીક લક્ષ્મીકાન્ત મહેતાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...