તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જેતપુરની ભાદર કેનાલમાં સફાઇ કર્યા વગર જ પાણી છોડી દેવાયું, કચરો ફસાવાની ભીતિ

જેતપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ જિલ્લાના 46 ગામને સિંચાઈનું પાણી પુરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ જામ ન થાય તો નવાઇ!

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના 46 ગામોને સિંચાઇનું પાણી પુરું ૫ાડતી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી ભાદર કેનાલમાં ખેડૂતો શિયાળુ પાક લઇ શકે તે માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી ગઇ કે કેનાલમાં ભરપુર કચરો જામ પડ્યો છે અને સાફ સફાઇ કર્યા વગર જ પાણી છોડી દેવાતાં કેનાલ જામ થઇ જવાની શક્યતા વધી છે.

ઈ.સ .૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી ભાદર ડેમ કે જેની ૬૬૪૮ એમસીએફટી પાણી સમાવવાની ક્ષમતા ધરાવવા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. જ્યારે આ ડેમની કેનાલ ૧૯૫ કિમી સ્ત્રાત સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ૪૬ ગામોની ૨૬૮૪૨ હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે.

ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે. આ અંગે ડેમના ઈજનેર મુકેશ જોશીએ જણાવેલ કે, પાકને સિંચાઈ માટે છ પાણ આપવામાં આવશે અને ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ પાણી અપાશે.

કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે આજે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે. ડેમથી નજીક તો કેનાલને જાણે પુરાણ કરી દીધી હોય તેટલી માટીથી જામ થઈ જતા સાવ છીછરી થઈ ગઇ છે. અને કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો માઇનોર કેનાલમાં પહોંચી જાય અને તે કેનાલ જામ થઈ જાય જેથી બધું પાણી છલકાઈને જે તે ખેતરોમાં ઘુસી જવાથી તે ખેતરોમાંના વાવેતરનું ધોવાણ થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

સફાઇની કામગીરી પણ ચાલુ જ છે
આ અંગે સિંચાઈ ઈજનેર જોશીએ જણાવ્યું હતું કે કેનાલમાં પાણી આગળ વધે તેની સાથે સફાઈની કામગીરી પણ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ જ છે. જો કે, ઇજનેરની આ વાત કોઈ રીતે માની ન શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કેમ કે, કેનાલની સફાઈ થઈ ગયા બાદ પાણી છોડવાનું હોય છે. નહીં કે પાણી ચાલુ હોય તે દરમીયાન અને પાણી ચાલુ હોય તે દરમીયાન કેનાલમાં સફાઈ પણ શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો