તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની મોકાણ:જેતપુરના પેઢલા ગામે 16 દિવસથી પાણી વિતરણ બંધ રહેતા મહિલાઓનો હોબાળો

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળાની શરૂઆતે જ પાણીની મોકાણ, મહિલાઓની પંચાયત ઓફિસે જઇ રજૂઆત

જેતપુરના પેઢલા ગામે ઉનાળાની હજુ શરૂઆત થઈ ત્યાં જ પાણીની મોકાણ સર્જાય છે. 16 દિવસથી પાણીથી વંચીત મહિલાઓએ પંચાયત ઓફિસે પહોંચી ગંદકી રહિત અને નિયમિત પાણી મળી રહે તેવી ઉગ્ર રજુઆત કરી હતી. ગત ચોમાસામાં અતિવૃષ્ટિ સર્જાણી તેટલો સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો હજુ તેમ છતાંય પાણીની આયોજનના અભાવે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ ત્યાં સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાય છે. અને દુષ્કાળી વર્ષની જેમ એક એક પાણીના બેડા માટે ગૃહણીઓને વનવગડાઓ ખુદવા પડી રહ્યા છે.

આવી જ પાણીની અછત જેતપુરના પેઢલા ગામે પંચાયત દ્વારા ચાર દિવસે એકવાર વીસ મીનીટ પાણીનું વિતરણ કરવામાં આવે છે સર્જાય છે. તેમાંય છેલ્લા સોળ દિવસથી તો કેટલાય વિસ્તારોમાં પાણી જ નથી આવ્યું. જેને કારણે ગામવાસીઓને વેચાતું પાણી લેવું પડે છે. સોળ દિવસથી પાણીથી વંચીત મહિલાઓના ટોળું આજે પાણી આપો પાણી આપોના નારા લગાવતી પંચાયત કચેરીએ પહોંચી હતી. અને ગામના સરપંચ તેમજ તલાટીમંત્રીને રજુઆત કરી હતી કે, તેઓને સોળ દિવસથી પાણી આવ્યું નથી અને આવતું ત્યારે પાણીની લાઈન વૉકળા અને ગંદકી પાસે જ લિકેજ હોવાથી તે ગંદકી પાણીમાં ભળી જાય છે. જેથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે. માટે નવી લાઈન નાંખી નર્મદાનું પાણી આપવાની માંગ કરી હતી.

જેના જવાબમાં સરપંચે જણાવ્યું કે, પાણીની લાઈન તૂટી ગઈ હતી તે રીપેર કરી નાંખી હોવાથી પાણી ફરી શરૂ થયું છે. અને પંચાયતે નવી લાઈન માટે ઠરાવ કરી નાંખ્યો છે અને તે વડી કચેરીએ પણ મોકલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો