નદીમાં ઘોડાપુર:જેતપુરના ગોંદરો, સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર વખરીને નુકસાન

ભાદર ડેમનું ૫૨ હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડતા ભાદર નદીમાં ઘોડાપુર આવતા શહેરના ગોંદરો તેમજ ગોંડલ દરવાજા, સામો કાંઠા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસવા લાગ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે ભાદર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં આજે ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. શહેરના ગોંદરો, ગોંડલ દરવાજા વિસ્તારમાં ભાદર નદી ગાંડીતૂર બની હતી. જેમાં શહેરના ખીરસરા રોડ, ગોંદરો, ગોંડલ દરવાજા, તેમજ સામાકાંઠા, દેરડી રોડ વિસ્તારમાં ઘરોમાં નદીના પાણી ઘૂસવા લાગ્યા હતા. સદનસીબે શહેરમાં વરસાદ ન હોવાથી વધુ નુકશાન થતું અટક્યું હતું. કેમ હજુ ચારેક દિવસ પૂર્વે જ આ તમામ વિસ્તારોમાં નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને ઘરવખરીનું સારુ એવું નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...