બેદરકારી:જેતપુરના સરદાર ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટી, સિમેન્ટ રોડના સાંધાઓમાંથી પાણીના ફુવારા છૂટ્યા

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુરના સરદાર ચોકમાં આજે નગર પાલિકાની પાણીની પાઇપ લાઇન અચાનક તૂટી પડી હતી અને રોડના સિમેન્ટના સાંધાઓમાંથી રીતસર પાણીના ફૂવારા છૂટ્યા હતા અને થોડીવારમાં તો રસ્તા પર પાણીની રેલમછેલ બોલી ગઇ હતી. જેતપુરમાં બનેલા સિમેન્ટ રોડના સાંધાઓમાંથી પાણીના ફુવારા છૂટ્યા હતા. પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હોવાથી રસ્તા પર જાણે પુર આવ્યું હોય તેટલું પાણી વહેતુ હતું. આ પાણી વહીને સરદાર ચોકથી બે કીમી દૂર અમરનગર રોડ સુધી પહોંચ્યું હતું, લોકોને પણ અચરજ થયું હતું કે આટલો બધો વરસાદ વળી ક્યાં વરસ્યો?

અન્ય સમાચારો પણ છે...