તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:જેતપુરમાં ભાણેજ માટે બસની ટિકિટ લેવા જતા મામાનું અકસ્માતમાં મોત

જેતપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બનાવ

જેતપુરમાં ભાણેજ માટે બસની ટીકિટ લેવા જતાં મામાનું અકસ્માતે મોત નીપજ્યુ હતુ જ્યારે ભાણેજ સહિત બેને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે. રણુજા સોસાયટીમાં રહેતાં જેમલભાઈ નાથાભાઈ સોલંકીને ત્યાં તેનો ભાણેજ પંકજભાઈ પરમાર, તેનો ભાઈ નરેશભાઈ ધૈડા બંન્ને ચોટીલા દર્શન કરી મામાને ત્યા રોકાવા આવ્યા હતા. તેઓને પરત ગાંધીધામ જવું હોય સાજે 8 વાગ્યાના અરસામાં જેમલભાઈ તેનું બાઈક લઈ ત્રણેય ટીકીટ લેવા જતાં હતાં.

ત્યારે સામેથી છોટા હાથીનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સાથે અથડાયું હતું. સવાર ત્રણેય ફગોળાઈ નીચે રોડ પર પટકાયા હતા. જેમાં મામા જેમલભાઈ તેમજ નરેશભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હોય સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા તેમજ પંકજભાઈને પણ ઈજા પહોંચી હોય સરકારી હોસ્પિટલે ત્રણેયને પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કર્યા જયાં જેમલભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ.40)નું સારવારમાં મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો