તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી આરંભી:જેતપુરમાં જુગારના બે દરોડા, 13 પત્તાપ્રેમીને ઝડપી લેવાયા

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને તાલુકા પોલીસે ત્રાટકીને રમત બગાડી

જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની જાણે મોસમ ખુલ્લી હોય પોલીસના દરોડા દરમ્યાન જુગાર ધામો ઝડપાયા છે, શુક્રવારે પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને 13 શખ્સને જુગાર રમતાં ઝડપીને કાર્યવાહી આરંભી હતી.

તાલુકા પોલીસ પોલીસ સ્ટેશનના રાજુભાઈ શામળા, ઓમદેવસિંહ જાડેજા, સુનીલભાઈ મકવાણા, મયુરભાઈ જોશી ગતરાત્રીનાં નાઈટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે પાંચપીપળા ગામની સીમમાં આવેલ અજય બાબુભાઈની વાડી પાસે જુગાર રમાતો હોય જે આધારે દરોડા કરતાં વાડી પાસે જાહેરમાં જુગાર રમતાં વાડી માલિક અજય બાબુભાઈ સરવૈયા, ચંદુ પોપટભાઈ બાભરોલીયા, રાહુલ ઉર્ફે કાનો મગનભાઈ ચાવડા, ઘનશ્યામ ભોવાનભાઈ મોણપરા, અલ્પેશ રણછોડભાઈ ગોહેલ, ભીખા થોભણભાઈ રૈયાણી, ગીરીશ ભીખાભાઈ ચૌહાણ, રમેશ માવજીભાઈ મુળિયા, રાજેશ રમેશભાઈ ભડલીયા (રહે, તમામ પાંચ પીપળા)ને રોકડ રૂ!.૩૨,૩૮૦નાં સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

અન્ય દરોડામાં ખોડપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા સાગર દેવીપ્રસાદ પંડયા, કિશન જેસુરભાઈ રેણુકા, રાજેશ શંભુભાઈ અમીપરા, સાજીદ મહમદભાઈ પરમાર ચારેય શખ્સને રોકડ રૂ!.૧૧,૨૩૦ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી. બન્ને દરોડામાં પોલીસે 43,510 રોકડા કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...