જેતપુરના જેતલસર રેલ્વે ઓવર બ્રીજ પર મેટાડોરે બાઇક સવાર બે વ્યકિતઓને હડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ગઇકાલે સવારે બન્ને પિતરાઇ ભાઇઓ મોટર સાયકલ પર દૂધ લઈને પરત ફરી હતા ત્યારે મેટાડોરે હડફેટે લેતા બંને ફંગોળાઈને પુલની રેલીંગ સાથે ટકરાયા હતા.
જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી નજીક આવેલ એક કારખાનામાં રફળા ગામનો શૈલેષ નીતેશભાઇ ગોહેલ (ઉ.૧૮) નામનો યુવાન રાતપાળી કરી પરત ફરતો હતો ત્યારે સવારે તેના કાકાનો દીકરો સુનીલ રૂપેશભાઇ ગોહેલ(ઉ.૧૯) કે જે જૂનાગઢ મજૂરી કામ કરે છે.
તે પિતરાઇને તેડવા ગયો હતો. ઘરે પરત જતા પહેલા કારખાને ચા બનાવીને પીવાનું નક્કી કર્યુ હોય દૂધ લેવા ગયા હતા. જ્યાં પરત ફરતી વખતે મેટાડોરના ચાલકે બન્ને હડફેટે લીધા હતા. જેથી બાઇક પૂલની રેલીંગ સાથે ટકરતા બંને ભાઈઓ હવામાં ફંગોળાઈ પહેલા રેલીંગ અને પછી જમીન પર ટકરાતા બંનેના માથા ફાટી ગયા હતા. બનાવ એટલો ગંભીર હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.