તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની પરેશાની:જેતપુરમાં ઇંધણના ભાવ વધતાં પારંપરિક ખેતીનો ટ્રેન્ડ

જેતપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો બળદ અને કોસ જોડી ખેતીમાં જોતરાયા. - Divya Bhaskar
ખેડૂતો બળદ અને કોસ જોડી ખેતીમાં જોતરાયા.
  • ટ્રેક્ટર સહિતના યાંત્રિક સાધનો ખર્ચાળ બનતા ખેડૂતોની પરેશાની વધી

દિવસે ને દિવસે પેટ્રોલ, ડિઝલના ભાવમાં કરવામાં આવતા વધારાને લીધે જેતપુર પંથકના ખેડૂતો ફરી પાછા પારંપરિક ખેતી તરફ વળ્યા છે. ટ્રેક્ટર સહિતના યાંત્રિક સાધનો માટે ડિઝલની જરૂર પડે અને સરવાળે ઉત્પાદન ખર્ચ વધી જાય. આથી કોરોના મહામારી સામે લડતા ખેડૂતોએ ટકી રહેવા માટે પારંપરિક ખેતી શરૂ કરી છે.

ઇંધણના ભાવ વધવાને લીધે જેતપુરનાં ખેડૂતો 18મી સદીમાં ધકેલાઈ ગયાં છે. કારણ કે તે ટ્રેકટર્સ સહિતનાં યાંત્રિક સાધનોથી ખેતી ખર્ચાળ બની છે, ઉત્પાદન ખર્ચ વધી ગયો છે સાથે તૈયાર જણસોના પુરતાં ભાવ પણ તેમણે નથી મળી રહ્યાં. આથી ખેડૂતો ટ્રેકટરો છોડીને હવે ફરી બળદગાડા તરફ આગળ વધી રહ્યાં છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જણસી બધી વેચવા જઇઅે છીએ તો એનાં ભાવ મળતાં નથી. ખાતરના ભાવ વધી રહ્યા છે.

તો આમાં ખેડૂતો જાય ક્યાં? કુદરતી આપદાથી પાયમાલ થયાં પછી જેતપુરનાં ધરતીપુત્ર ખાતરના ભાવ વધારા બાદ ડિઝલના ભાવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયાં છે. ખાસ કરીને ડીઝલનાં ભાવ વધતાં ખેતી અત્યંત ખર્ચાળ બની ગઈ છે. તેમ કે ખેતી વપરાશના ભાવ વધતાં ઉત્પાદન ખર્ચ વધ્યો, ટ્રેકટર સહિતનાં યાંત્રિક સાધનો બેકાર બન્યાં. ખેતરમા ફરી બળદોને જોડીને ખેતી શરૂ કરી દીધી છે. સરકાર આ પરિસ્થિતિને ધ્યાનને લઈને સબસીડી જાહેર કરે એવી ધરતીપુત્રોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...