તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનો ફાયદો:જેતપુરના વાડાસડા ગામમાં એક મહિના પહેલાં 350 કેસ હતા, અત્યારે કોરોનામુક્ત

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સહિયારા પ્રયાસ અને સાથને પગલે ગામ લોકોએ કોરોનાને રાખ્યો ગામ બહાર - Divya Bhaskar
સહિયારા પ્રયાસ અને સાથને પગલે ગામ લોકોએ કોરોનાને રાખ્યો ગામ બહાર
  • ઓક્સિજનના 5 સિલિન્ડર અને 20 ટેસ્ટિંગ કિટ જેમના તેમ પડી રહ્યા

જેતપુર તાલુકાના વાડાસડા ગામમાં એક મહિના પૂર્વે 350 જેટલા કોરોનાના કેસ આવતા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સાથે રાખી લોકડાઉન કરવાનો નિર્ણય કરતા આજે આ ગામ કોરોના મુક્ત અને લોકડાઉનથી ફાયદો થતો હોવાનું ઉદાહરણ પૂરું પાડતું ગામ બની ગયું છે. જેતપુર તાલુકાના વાડાસડા ગામ કે જ્યાં 350 જેટલા કોરોનાના લક્ષણ ધરાવતા કેસ હોવાથી ગ્રામ પંચાયત દ્વારા ગામના વેપારીઓ તેમજ દરેક સમાજના આગેવાનો સાથે એક બેઠક કરી ગામમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો.

આ લોકડાઉનનું ગામમાં કડક રીતે પાલન થતાં આજે મહિના બાદ લોકડાઉનથી ગામમાં શું ફાયદો થયો તે અંગે ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ પડાયાએ જણાવ્યું હતું કે, અમારા ગામને એક મહિનાના લોકડાઉનથી ખૂબ ફાયદો થયો હાલ અમારા ગામમાં કોરોનાનો નવો એક પણ કેસ નથી. ગામમાં હજુ પણ થોડો સમય લોકડાઉન ચાલુ જ રાખવાના છીએ. જેથી કરીને અમારું ગામ આ મહામારીથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકે. ગામમાં કોવિડ કેર સેન્ટર ચલાવતાં કિશોરભાઈ રાણપરીયાએ જણાવેલ કે, ગામમાં લોકડાઉન લગાવ્યું ત્યારે અમો ઓક્સિજનના પાંચ સિલિન્ડર અને કોવિડ-૧૯ સારવારની ૨૦ કિટ લાવ્યા હતાં. જે તમામ યથાવત પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...