તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:યુવતીએ પાડોશી પિતા-પુત્રોની ધમકીથી કંટાળી એસિડ પીધું, મોત

જેતપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેતપુરના અમરનગરનો બનાવ, વારંવાર ધમકી મળતા પગલું ભર્યું
 • અગાઉ યુવતીનો ભાઇ પાડોશીની દીકરીને ભગાડી ગયો હોવાનું ખુલ્યુ

જેતપુરનાં અમરનગરમાં સરકારી હોસ્પિટલ સામે રહેતાં પ્રભાબેન બાબુભાઈ મકવાણા (ઉ.વ.૬૫) નામનાં વૃદ્ધાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતાં જેન્તી બચુભાઈ મકવાણા તેમજ તેનાં બે પુત્ર સાગર અને ગોટિયાનું નામ આપ્યું છે.ફરિયાદનો દિકરો શૈલેષ તેમનાં પાડોશમાં રહેતાં જેન્તીભાઈ મકવાણાની દિકરીને અઢી મહિના પહેલાં ભગાડી ગયો હોય જે બાબતે પોલીસ ફરિયાદ થતાં હાલ શૈલેષ જેલમાં છે.પરંતુ આ બાબતોનો ખાર રાખી આરોપીઓ વારંવાર ફરિયાદીની દિકરી ભારતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ભગાડીને લઈ જવાની ધમકીઓ આપતાં હતાં.

આરોપીઓના આવા ત્રાસથી કંટાળી ગત તા. ૪ ફેબ્રુઆરીનાં રોજ રાત્રીનાં ઘરનાં અન્ય સભ્યો સુઈ ગયાં હતાં ત્યારે ભારતીએ એસિડ ગટગટાવી લીધું હતું. બાદમાં તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયાં પણ તેણે પાડોશી પિતા-પુત્રનાં ત્રાસથી આ પગલું ભયૉનું જણાવ્યું હતું.દરમ્યાન તા. 6નાં રાત્રીના રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભારતીનું મોત થયું હતું. આ મામલે તેની માતાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે જેન્તી મકવાણા અને તેનાં બંને પુત્ર સાગર,ગોટીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો