તર્કવિતર્ક:એ વીડિયો સાત મહિના જૂનો છે, તપાસ જિલ્લા અધિકારી કરશે : PI

જેતપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 જવાનો સામે કાર્યવાહી ન થતાં તર્કવિતર્ક

જેતપુરમાં બુટલેગર અને ત્રણ પોલીસ જવાનો વચ્ચે શહેરની બહાર અંધારામાં યોજાયેલી ગુપ્ત બેઠક અને સમજુતિ કરાર શહેરભરમાં ચર્ચાનો મુદો બન્યો છે. ત્યારે મંગળવારે આ અંગે પીઆઇ સાથે વાત કરતાં તેમણે એવો જવાબ આપ્યો હતો કે આ વીડિયો તો સાત મહિના જૂનો છે અને અાવા બનાવની તપાસ તો જિલ્લા અધિકારી કરતા હોય છે. પીઆઇના આ જવાબથી પણ અનેક સવાલો થાય તે સ્વાભાવિક છે. પરંતુ અત્યારે તો તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવો માહોલ બન્યો છે.

બુટલેગર સાથે યોજાયેલી ત્રણ પોલીસ જવાનની લેતીદેતી અને અન્ય સમજુતિની બેઠકનો વીડિયો જાહેર થતાં પોલીસ સામે કાર્યવાહી થઇ કે શું એ સવાલના જવાબમાં પીઆઇ દરજીએ એવો ઉત્તર વાળ્યો હતો કે એ વીડિયો સાત મહિના જૂનો છે, અને મેં તેની ખાતરી કરાવી છે.