તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જેતપુરના એક કેન્દ્ર પર લાઇન વગર મળે વેક્સિન

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મિનિટ પહેલાં લોકોને આવે છે ફોન

જેતપુરના એક ઉત્સાહી યુવાન અને તેમની ટીમે અભિયાન ઉઠાવ્યું કે લોકોને આસાનીથી, લાઇનમાં ઉભા રહ્યા વગર વેક્સિન મળી જાય. શહેરના જાગૃતિ નગર વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૧માં પણ વેક્સિનેશન કેમ્પ શરૂ કરી દરરોજ 12પ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

આ કેમ્પનું આયોજન ચિરાગ ગેરીયા દ્વારા કરવામાં આવ્યું છે. અહીં અપાઈ રહેલી વેક્સિન ની વિશેષતા એ છે કે કોઈપણ વ્યક્તિને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તેમના ગ્રુપ દ્વારા ટોકન સિસ્ટમ કરવામાં આવી છે જેમાં વેક્સિન લેવા ઇચ્છતા લોકોએ સૌ પ્રથમ નામ લખાવી ટોકન લેવાના રહે અને તેમનો વારો જ્યારે આવે ત્યારે 5 મિનીટ પેહલા વેક્સિન કેન્દ્ર પરથી ફોન કરી દેવામાં આવે છે અને તેઓ આવે એટલે તરત જ તેમને વેક્સિન આપી દેવામાં આવે છે. જેનાથી કોઇનો સમય ન વેડફાય. વૃદ્ધાઓ અને વિકલાંગોને ઘરેથી તેડી લાવે અને વેક્સિન અપાવી રહ્યા છે.કોરોના કાળ દરમ્યાન પણ ગ્રુપ દ્વારા ઘરે હોસ્પિટલ બનાવી લોકોની સેવા કરવામાં આવી હતી ઓક્સિજન પુરૂ પાડી રાત દિવસ જોયા વગર કોરોના દર્દીઓ સાથે રહી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...