વિવાદ:રોડનું કામ અટકાવનાર બે શખ્સને ભાગવું ભારે પડ્યું

જેતપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતલસર પાસે ગામલોકોનો પોલીસને સાથે રાખી દાદાગીરી કરતા ખેતરમાલિકો સામે હલ્લાબોલ

જેતપુર તાલુકાના જેતલસર ગામથી પસાર થતા નેશનલ હાઈવે પ્રોજેક્ટ સમયે હાઈવે ઓથોરિટી દ્વારા નિયમ મુજબ સર્વિસ રોડ બનાવવામાં આવે છે. જે અન્વયે જેતપુર તાલુકાના જેતલસર જંકશનના પોપટપરા વિસ્તારમાં થી જેતપુર તરફનાં નેશનલ હાઇવે નજીક આજે હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ બનાવવાનું કામ શરૂ કરવામા આવતાં આ રોડ ની નજીકના ખેતરના માલિકે જેસીબીની કામગીરી દાદાગીરી સાથે અટકાવી હતી.

આથી જ્યારે ફરી કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકોએ તાલુકા પોલીસને સાથે રાખીને ખેતર માલિક પાસે કામ અટકાવવા માટેના કાયદેસર કારણ અને પુરાવા માગ્યા હતા અને હલ્લાબોલ કરી દેતાં ખેતર માલિકોને ભાગવું ભારે થઇ પડ્યું હતુ. જેતલસર જંકશનના પોપટપરા વિસ્તારથી જેતપુર શહેરના આ સર્વિસ રોડના માર્ગે ચાર કિમી જેટલું અંતર થાય છે જ્યારે કે અન્ય માર્ગથી ડબલ એટલે કે આઠ કિમી અંતર થતું હોય ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં આ સર્વિસ રોડ જીવાદોરી સમાન બની રહે તેમ છે. લોકોએ જણાવ્યું હતું કે આ સર્વીસ રોડનુ કામ પ્રવિણભાઇ ભુવા અને રોહિતભાઈ ભુવા શરૂ થવા દેતા નથી.

કોઇ રાહદારી કે વાહન ચાલક આ માર્ગ પરથી પસાર ન થાય તે માટે કાચા માર્ગમાં બોરના પાણી છોડી કીચડ કરે છે, અડચણો ઉભી કરે છે, અનેક વખત જેસીબીની વચ્ચે સુઈ જઈને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને કામ બંધ કરવા મજબૂર કરતા રહ્યાં છે. આ બાબતે અનેક વખત સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં લોકોઅે પોલીસને સાથે રાખી આ બન્ને પાસે કામગીરી રોકાવવા માટેનું કારણ માગ્યું હતું. તાલુકા પોલીસને જોઇને બન્નેની હાલત કફોડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...