તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુરમાં અગાઉ કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવા મામલે રજૂઆતોનો મારો ચલાવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.એ ટેન્કરો દ્વારા કેમિકલ અન્ય જગ્યાએ ઠાલવવાનું નિર્ણય કર્યો હતો પરંતુ રાત્રી દરમ્યાન કોઇ કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પાણી ફરી નદીમાં ઠાલવવાનુ શરૂ થયું છે, અને અહીંથી પસાર થતી ભાદર નદી ફરી પ્રદુષિત થઇ રહી છે.
જેતપુર ડાઈંગ એસોસિએશનની પુરા શહેરની ગટરો બંધ કરવાનો આદેશ હોય તેમજ નગરપાલિકાના ગંદા પાણીનો સંપ અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કરવામાં આવેલ હતો. જેના અનુસંધાને ડાઇંગ એશોસિએશનમાં આવતા તમામ સાડીના કારખાનામાંથી નિકળતા કલર અને કેમિકલયુક્ત પાણી ગટરોમાં જવાનું બંધ કરી તોડી નાખવામાં આવેલ હતી. હાલ ડાઇંગ એસોસિએશનની ગટરો તોડી નખાતા હવે ભાદર નદીમાં રાત્રી દરમિયાન અમુક એકમો દ્વારા કલરયુક્ત પાણી ફરી ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે અને તે આગળ જતા ફરી ભાદર નદીને પ્રદુષિત કરે છે.
થોડા દિવસોથી નવાગઢમાં આવેલા અમુક કારખાનેદારો દ્વારા ફરી કેમિકલ યુક્ત પાણી ગટરોમાં છોડાઈ રહ્યું છે. આથી ફરી આ હિન પ્રવૃત્તિઓ બંધ થાય તે લોકહિતમાં ઇચ્છનીય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.