તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવાઇ ફરજ:જેતપુરના સેનિટેશન ચેરમેનના માતાનું નિધન, બન્ને બહેનોએ કાંધ સાથે આપી અંતિમ વિદાય

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
માતાને કાંધ આપી રહેલ બહેનો. - Divya Bhaskar
માતાને કાંધ આપી રહેલ બહેનો.
 • પુત્ર દુબઇ હોઇ, કોરોના સ્થિતિને લીધે આવી ન શક્યો, પુત્રીઓએ ઉજાળ્યા સંસ્કાર

આવ્યા છે તે જવાના છે એ નક્કી છે. પરંતુ ક્યારે, કોની કાંધે ચડીને જવાની નોબત આવશે તે કદી કોઇ જાણી શકતું નથી. જે માતાએ પુત્રને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હોય અને ત્યારે મનના કોઇના કોઇ ખુણે માતાને એવી આશ હોય કે મારો દીકરો મને મોક્ષ આપવામાં મદદ કરશે, તેના ખભે ચડીને વિદાય લઇશ પરંતુ દરેક માતાના નસીબ એવા નથી હોતા, સવાયા હોય છે.

અહીં વાત કરીએ છીએ જેતપુરના સેનિટેશન ચેરમેન સ્વાતિ જોટંગિયાના માતાની. આયખું પુરું થઇ જતાં તેમણે મોક્ષધામ જવાનો માર્ગ પસંદ કર્યો અને તેમનો એક માત્ર પુત્ર દુબઇ હોઇ, માતાની અંતિમ વિધિમાં કોરોનાની સ્થિતીને લીધે જોડાઇ શકે તેમ ન હોઇ, બન્ને બહેનોએ ભારે હૃદયે માતાને કાંધ પણ આપી અને અંતિમ વિધિમાં જોડાઇને અગ્નિ સંસ્કાર કરી સવાઇ ફરજ અદા કરી.

જેતપુર નવાગઢ નગરપાલિકા સેનીટેશન કમિટીના ચેરમેન સ્વાતિબેન જોટંગીયાનાં માતા અને સ્વ.રમેશચંદ્ર ચંપકલાલ બાવીસીના પત્ની તથા આશિષભાઈ બાવીસીના માતૃશ્રી જયશ્રીબેન (ઉ.વ.૬૫)નું અવસાન થતાં અંગત પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી.સદગતના પુત્ર આશિષભાઈ દુબઈ સ્થિત હોવાથી આવી શકે તેમ ન હોય તેમની અંતિમયાત્રામાં બંન્ને દિકરીઓ સ્વાતિબેન જોટંગીયા(ચેરમેન જેતપુર- નવાગઢ નગરપાલિકા) તથા ઉર્વીબેન દોશી એમ બંન્ને દિકરીઓએ માતાને કાંધ તેમજ અગ્નિદાહ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો