રાજકારણ:જેતપુર પાલિકાના વોર્ડ નંબર સાતના સદસ્યે રાજીનામું આપ્યું

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી નાની મોટી કામગીરીમાં નિષ્ક્રિય હતા

જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના સદસ્ય પ્રમોદભાઈ રામજીભાઈ ત્રાડાનું આખરે રાજીનામું સ્વીકારીને પાલિકાના ચીફ ઓફિસરે રાજ્યના ચૂંટણી આયોગ સચિવને બેઠક ખાલી થઈ હોવાની જાણ કરી દીધી છે. પાલિકામાં વોર્ડ નંબર 7માં ભાજપના પ્રમોદભાઈ રામજીભાઈ ત્રાડા સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ અંગત કારણોસર છેલ્લા બે વર્ષથી પ્રમોદભાઈએ ભાજપ પક્ષની નાની મોટી તમામ કાર્યવાહી બાબતે નિષ્ક્રિયતા દાખવી હતી. એક તબક્કે તેમણે બે વર્ષ પહેલા જ ભાજપમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો અને તે બાબતે લાગતા વલગતાઓને જાણ પણ કરી હતી.

આમ છતાં ભાજપ એમને છોડવા તૈયાર ન હોય તેમ છેલ્લા બે વર્ષથી પક્ષના તમામ કાર્યક્રમ બાબતે પ્રમોદભાઈને સતત જાણ કરવામાં આવતી હતી. આખરે કંટાળી ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરીને હું રાજીનામું આપું છું મને ભાજપથી દૂર કરો તો સારું. એવી રજૂઆત કારણે તા.18ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમનું રાજીનામુ સ્વીકારીને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ (૪૨)(૧)ની જોગવાઇ અન્વયે પાલિકાના વોર્ડ નં. ૭ ની ખાલી પડેલી બેઠકની જાણ સારું રાજ્યના ચૂંટણી આયોગના સચિવને મોકલી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...