તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જેતપુર નવાગઢમાં સસ્તા અનાજની દુકાનના તાળાં તૂટ્યાં

જેતપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં, ચોખાની બોરીઓ સહિત રોકડની ચોરી કરી તસ્કરો પલાયન

જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર પાસે આવેલા મિલવાળા પ્લોટમાં ગત રાત્રિએ અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં સસ્તા અનાજની દુકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ચોરોએ ઘઉ, ચોખાની બોરીઓ પર નજર ઠેરવી હતી અને સાથોસાથ રોકડ ચોરીને પલાયન થઇ ગયા હતા.

સસ્તા અનાજની દુકાનનું શટર સાઇડના ભાગેથી ઊંચું કરી દુકાનમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 5000 તેમજ અંદાજે 30 થી 40 કટા ઘઉં, 30 કટા ચોખા, 5 પેટી તેલ 1 લેપટોપ તેમજ રોજમેળની બુક સહિતનો છૂટક સામાન ચોરી નાસી છૂટયા હતા. આ આ અંગે જેતપુર પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...