તંત્ર નિદ્રાંધિન:જેતપુર પાલિકાને પશુ પકડવાનું કામ શરૂ કરવા મુહૂર્ત મળતું નથી

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર રઝળતા પશુઓ કોઇનો ભોગ લે તેની જોવાતી રાહ!

સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય પ્રમાણમાં વધી જતા હાઇકોર્ટે પંચાયત થી લઈ કોર્પોરેશન સુધીને રેઢીયાળ પશુઓ ડબ્બે પુરવા આદેશ આપ્યો છે ત્યારે અન્ય નગરપાલિકાઓમાં અને કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ભટકતા પશુઓ ડબ્બે પુરવા પુરજોશમાં કાર્યવાહી ચાલી રહી છે. જેતપુર નવાગઢ નગરપાલિકા રખડતા પશુઓના આતંકને નાથવામાં સંપૂર્ણપણે નિષ્ફ્ળ નીવડી છે શહેરના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો પર ગાયો અને આખલા અડિંગો જમાવીને બેસી રહે છે, અને રાહદરીઓને ઢીંકે ચડાવે છે.

શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ જેતપુરની જનતા વર્ષોથી સહન કરી રહી છે અગાઉના સમયમાં રખડતા ભટકતા પશુઓને પાંજરે પુરવા માટે નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સામાન્ય નિર્દોષ જનતાએ આખલાની લડાઈમાં અને રખડતા ભટકતા પશુઓને લઈ ખૂબ જ ત્રાસ સહન કરવો પડ્યો હતો. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા પશુઓને પાંજરે પુરવા કોઈપણ જાતની કામગીરી કરતી ન હોવાનું સામે આવ્યું છે.જેતપુર નગરપાલિકા હાથ પર હાથ ધરી બેસી રહી છે.

રખડતા ઢોર-ઢાંખરને પકડવા અને જેના હોય તેને દંડ કરવા ડબ્બે પુરાવા આ તમામ જવાબદારી નગરપાલિકાની હોય છે અને છતાં જવાબદારી નિભાવવા અને રખડતા રઝળતા પશુઓ પકડવામાં નગરપાલિકા નિષ્ફળ કેમ છે? તેવો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. દંડ કરવો જો ઢોરને દંડ કર્યા બાદ પણ જો આજ રીતે જો છુટ્ટા મુકવામાં જો આવે તો ઢોરનો માલિક સજાને પાત્ર પણ છે અને એની ઉપર ફરિયાદ પણ કરી શકાય છે છતાં આ કામગીરી નગરપાલિકા કરતી જ નથી તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...