જેતપુર શહેરની પરિણીતા પોતાના માવતરે જતા તેમના પતિ પોતાના સાસરે પહોંચ્યો હતો અને ત્યાં જઇને બઘડાટી બોલાવી હતી. આથી પતિ સામે પરણીતાએ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની મળતી વિગત અનુસાર અત્રેના ધોરાજી રોડ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી પરણીતા રેખાબેન તેની માસીની દિકરીને લઇ તેનું માવતર જેતપુર ખાતે દેસાઇ વાડીમાં આવેલું હોઈ ત્યાં આવી હતી ત્યારે તેના પતિ જગદીશ ઉર્ફે જયો પરેશભાઇ વાઘેલાને સારૂ ન લાગતા ત્યાં ઘેર જઇ પત્ની-સાસુને બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી રેખાબેનને ધમકી આપી હતી કે તું ઘેર આવીશ ત્યારે મારી નાખીશ.
આટલું કહીને જગો નાસી છૂટ્યો હતો અને રેખાબેને શહેર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ત્યાં જઇ તપાસ કરતાં સફેદ કલરની કાર નં. જી-૩-ડીજી-૬૦૯ર કે જે જગદીશ વાઘેલાની હોય પરંતુ તે ત્યાં હાજર ન હોય અને કારની તલાશી લેતા તેમાંથી દારૂની ખુલેલી બોટલ મળી આવતા કારને કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.