તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોના માટે કામ કરવામાં આશા બહેનોનો નનૈયો

જેતલસર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેતલસરના સરપંચની કલેક્ટરને ફરિયાદ
 • કાં કામ બંધ કરાવો, અથવા તો પગલાં ભરો

દેશભરમાં કોરોના વાયરસે મહામારી સર્જતા સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ  કોરોના બાબતે તકેદારી રાખવા માટે ટીમ બનાવવા આદેશો કર્યા છે. જેતપુર તાલુકા પંથકમાં પણ ટીડીઓએ તમામ ગામડાઓમાં આવી  ટીમો બનાવીને કોરોના બાબતે સતર્કતા દાખવવા હુકમ કર્યો હતો. પરંતુ જેતલસર જંકશનમાં કોરોના ટીમમાં પ્રારંભિક કામ કરીને હવે આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો સહકાર ન મળતો હોવાની  ફરિયાદ જેતલસર જંકશનના સરપંચ ગોરધનભાઈ વાઘેલાએ રાજકોટ જિલ્લા કલેકટરને કરી છે. જેતલસરના સરપંચે પોતાની રજૂઆતમાં કહ્યું છે કે કાં તો ગામડાઓમાં ચાલતી કોરોના ટીમને બંધ કરાવો અથવા તો આવી કામગીરીમાં અસહકાર આપનાર આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરો સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા જરૂરી છે. કેમકે આ રીતે તો કામ નહીં જ થાય. જો આમ નહીં કરાય તો સરપંચ પોતે અને  ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજીનામા આપી દેશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો