તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મંડલીકપુર ગામના હોમ ક્વોરન્ટાઇન ઘરની આરોગ્ય વિભાગ ટીમે મુલકાત લઇ સૂચનો કર્યા

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંડલીકપુર ગામમાં કાલાવડ તાલુકાના બામણ ગામથી આવેલ વિજયભાઈ દેવશીભાઈ ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે એરિયાના ત્રણ ઘર હોમક્વોરન્ટાઇન કર્યા છે. ગુરુવારે રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ, જેતલસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર મંડલીકપુરના કર્મચારીઓ દ્વારા ક્વોરન્ટાઇન કરેલા દરેક વ્યક્તિની આરોગ્યલક્ષી તપાસ કરી હતી. સાથે મંડલીકપુરના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ આખા ગામને સેનિટાઈઝ કરાવ્યુ હતુ. કામ સિવાય કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે બજારમાં ઓટલા પર ભેગું ન થવું અને બેસવુ નહીં.બહારગામ થી આવતી કોઈપણ વ્યક્તિએ પંચાયત ને અવશ્ય જાણ કરવાની રહેશે. લોકડાઉનના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાની અપીલ પણ કરાઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...