દર્દીઓની હાલત કફોડી:જેતપુરની સરકારી હોસ્પિટલમાં આંખના નિષ્ણાત તબીબ જ નથી

જેતપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ મ્યુકર માઇકોસિસનો ફુંફાડો વધી રહ્યો છે ત્યારે દર્દીઓની હાલત બની રહી છે કફોડી

એક બાજુ કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ ફંગસના કેસો વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે જેતપુરની સરકારી હોસ્પિટલમાં આંખના ડોક્ટરે સ્વમાંગણી મુજબ જામનગર કોવિડ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઓર્ડર લઈને ફરજ બજાવતા આંખના દર્દીઓની હાલત કફોડી થવા પામી છે.

જેતપુરની સરકારી હોસ્પિટલમાં આંખના ડોક્ટર પરમારે સામે ચાલીને ગાંધીનગરથી સ્વમાંગણી કરીને 60 દિવસ માટે જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ હોસ્પિટલ માટે ડેપ્યુટેશન ઓર્ડર લઈ આવતા તેમને તારીખ 5 ના રોજ ફરજ બજાવવા મુક્ત કરી દેવામાં આવ્યા છે.જેમને લઈને જેતપુર શહેર અને તાલુકાના આંખના ગરીબ દર્દીઓ રામ ભરોસે મૂકાઈ જવા પામ્યા છે.અને દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે.

અંતરંગ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ડોક્ટર પરમારના પત્ની જેતપુર સરકારી હોસ્પિટલમાં બોન્ડેડ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા હતાં.પરંતુ જેતપુરમાં પરમેનેન્ટ પેથોલોજીસ્ટની નિમણૂંક થતાં તેમને ગાંધીનગર વડી કચેરીના હવાલે મૂકાયા બાદ તેમની નિમણૂક જામનગર થતા ડોક્ટર પરમાર પણ પોતાની પત્ની પાછળ જામનગર દોડી ગયા હોવાની ચર્ચા છે.

કોરોના કપરા સમયમાં મ્યુકોરમાઈકોસીસના કેસો વધી રહ્યાં છે. જેતપુર સરકારી હોસ્પિટલ આંખના ડોક્ટર વિહોણી બની છે.જેમને લઈને હોસ્પિટલમાં અન્ય ડોક્ટરની નિમણૂક ન થતાં આંખ વિભાગની મશીનરીઓ,દવાઓ ધૂળ ખાતી બની છે. અને દર્દીઓ રઝળી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...