તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજુ તાઉતેની અસર:જેતપુરમાં સ્ટ્રીટલાઇટ્સનું લબૂક ઝબૂક !

જેતપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેતપુરમાં તાઉતે વાવાઝોડાના કારણે શહેરમાં અજવાળા પાથરતી સ્ટ્રિટ લાઈટ પર અસર પહોંચી હતી. વરસાદના સામાન્ય છાંટામાં એલઈડી લાઈટ લબુક-ઝબુક થવા માંડે છે. જકાતનાકા રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા રાત પડતા જ અંધારપટ છવાઇ જાય છે અને તેના લીધે અહીંથી પસાર થતા લોકોએ હાલાકી વેઠવાની નોબત આવી છે. તાઉતે વીતી ગયાને પણ કેટલો સમય પસાર થઇ ગયો પરંતુ અહીં હજી હજુ તેની અસર દેખાઇ રહી છે અને લાઇટ્સ શરૂ થવામાં ધાંધિયા કરી રહી છે.

જેતપુર શહેરના નાજાવાળા પરા પાસે આવેલ જકાતનાકા રોડ, જૂના રેલવે પુલ પૂરો થાય ત્યાં સુધી પર સ્ટ્રીટલાઇટ છેલ્લા કેટલાય સમયથી બંધ પડી છે. જેનાથી વાહનચાલકો તકલીફ ભોગવી રહ્યા છે. અમુક જગ્યાએ તો અનેક વીજપોલ પર લાઈટ જ ગાયબ છે. રોડ પરની સ્ટ્રીટ લાઈટ બંધ હોય જેની સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું.

અન્ય સમાચારો પણ છે...