તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જેતપુર પાસે ટ્રક પાછળ દૂધ ભરેલું મેટાડોર ઘૂસી જતાં ચાલકનું મોત

જેતપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ રોડ પર સાંકળી ગામના પાટિયા પાસે બનેલો બનાવ
  • ફસાયેલા મૃતદેહને કાઢવા જેસીબીની મદદ લેવી પડી

જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામના પાટીયા પાસે રાત્રીના સમયે એક બંધ ટ્રક પાછળ દુધનું મેટાડોર ઘુસી જતા મેટાડોર ચાલકનું મોત થયું હોવાના બનાવમાં ટ્રક ચાલકની ફરિયાદ પરથી મરણ જનાર મેટાડોર ચાલક સામે પુરપાટ ઝડપે બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જી ટ્રકને નુકસાન પહોંચાડી પોતાનું મોત નિપજવાનો ગુનો તાલુકા પોલીસે નોંધ્યો હતો.

અકસ્માતની મળતી વિગત મુજબ કોડીનાર રહેતા નિજામભાઈ બ્લોચ ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ બનાસકાંઠાથી સિમેન્ટ ખાલી કરીને આવતા હતાં ત્યારે ટ્રકનું વાયરીંગ ખરાબ થઈ જતા મોડી રાત્રીના જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામના પાટીયા પાસે રોડની નીચે ટ્રક ઉતારી ઇન્ડિકેટર ચાલુ રાખી ટ્રકની આજુબાજુ બાવળની ડાળીઓ કાપીને આડશ કરી ટ્રકની કેબિનમાં વાયરીંગ રીપેર કરતો હતો ત્યારે પાછળ દૂધનું વાહન ટકરાયું હતું.

નિજામભાઈએ ટ્રકમાંથી નીચે ઉતરીને જોતા વાહનનો ચાલક વાહનની કેબિનમાં સલવાઇ ગયો હતો. તેને કાઢવાની કોશિશ કરી જોઇ, પરંતુ તે નીકળી ન શકતાં આસપાસના લોકોને જગાડી મદદ લીધી હતી અને બાદમાં જેસીબી વડે ચાલકને બહાર કાઢી સારવારમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક નિજામભાઈએ બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે મેટાડોર ચાલક રણછોડભાઈ ગોકળભાઈ ખટાળા રહે. મોટા હડમતીયા સામે પુરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જી ટ્રકને નુકશાન પહોંચાડવાનો ગુનો તાલુકા પોલીસે નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...