તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોટા ગુંદાળાની પરિણીતાનું મોત એટેકથી નહીં, ટૂંપો દેવાથી થયું

જેતપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીએમ રિપોર્ટમાં થયો ધડાકો, પતિ અને જેઠની ધરપકડ
 • ગૃહકંકાસથી કંટાળી બન્ને ભાઇએ સાથે મળીને હત્યા કરી

મોટા ગુંદાળા ગામે એક પટેલ પરિણીતાનું પાંચ દિવસ પૂર્વે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું પતિ અને જેઠ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને બાદમાં પોલીસની તપાસ અને પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી.

તેમની બેનની પતિ અને જેઠે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી
મોટા ગુંદાળા ગામે રહેતા વિનોદભાઈ અમીપરાના લગ્ન મહારાષ્ટ્ કંપાલાની વતની લક્ષ્મીબેન સાથે થયા હતાં. બાદમાં ઘરકામ બાબતે તેમજ રહેણીકરણી બાબતે માથાકૂટ થવા લાગતા લક્ષ્મીબેન બેથી ત્રણ વાર પિયરમાં રિસામાણે પણ ગયા હતા. પાંચ દિવસ પૂર્વે રાત્રે લક્ષ્મીબેનને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહી પરિવારજનો તેમને  સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જેતપુર તાલુકા પોલીસે એ.ડી. દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકના ભાઈ એકનાથે તાલુકા પીએસઆઈ ગોજીયાને ફોન કરીને તેમની બેનની પતિ અને જેઠે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે પતિ વિનોદ અને જેઠ લાલજીભાઈને પોલીસ સ્ટેશને લાવીને આકરી પુછપરછ કરતા બંને ભાઈઓ ભાંગી પડ્યા હતા અને ઓઢણીથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખ્યાંની કબુલાત આપી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવા તજવીજ હાથ ધરી હતી. લક્ષ્મીબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે જે હવે માતાની હત્યામાં પિતા જેલમાં જતા સંતાનોએ નોંધારા બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો