કોરોના ફેલાવાનો ભય:જેતપુરના નવાગઢની રાંગમાં એકઠી થતી ભીડ આપે છે કોરોનાને નોતરું

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારીમાં ફેરિયાઓ, લોકો માસ્ક-ડિસ્ટન્સિંગ ભૂલ્યા

જેતપુર શહેરના નવાગઢની રાંગ પાસેના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવાના ભય વચ્ચે ભરાતી શનિવારી બજારમાં લોકો અને ફેરિયાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને અવગણી રહ્યા છે ત્યારે ગમે ત્યારે ઓમિક્રોન વાયરસ પણ ત્રાટકી શકે તેવી ભીતિ વ્યક્ત થઇ રહી છે. શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ગઢની રાંગ પાસે જૂના માલ સમાન તેમજ કપડાં વેચવા માટેની ગુજરી બજાર દર શનિવારે ભરાય છે. હાલ કોરોના સંક્રમણ ફેલાવાના ભય વચ્ચે અહીં બજારમાં લગભગ પંદરસોથી બે હજાર જેટલાં ફેરીયાઓ પાથરણાવાળા પાથરીને વેપાર ધંધો કરે છે. અને તેઓની પાસેથી જૂનો માલ સમાન ખરીદવા હજારો લોકોની ભીડ ઉમટી પડે છે.

તેમાં ફેરિયા કે ગ્રાહક માસ્ક વગર જ જોવા મળે છે જે કોરોનાને સીધુ આમંત્રણ છે. ઉપરાંત શનિવારે બજાર પૂર્ણ થઈ ગયા બાદ અહીં મોટું ડંપિંગ ઝોન હોય તેટલી માત્રમાં કચરો જોવા મળે છે જેને કારણે આ વિસ્તારવાસીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...