તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈમ્પેક્ટ:જેતપુરમાં મુક્તિધામની ચીમની બદલાઇ, પાઇપની ઊંચાઇ વધી

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લોકોને ચીમનીના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણમાંથી મળી મુક્તિ - Divya Bhaskar
લોકોને ચીમનીના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણમાંથી મળી મુક્તિ
 • અહેવાલના પગલે તંત્રએ લીધા પગલાં

જેતપુરના મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટેનું મશીન ઇલેક્ટ્રિક હોવા છતાં ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઇ જતું હતું અને મશીનની ચીમનીનો પાઈપ નીચે હોવાનાં કારણે આજુબાજુના રહેવાસીઓ દુર્ગંધ મારતા ધુમાડાથી પરેશાન થઇ ઉઠ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાતાંની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને નવી ચીમની નાખવામાં અાવી હતી અને ચીમનીનો પાઇપ પણ ઉંચો લઇ જવામાં આવ્યો હતો. જેતપુરમાં મુક્તિધામની આસપાસ રહેતા નાગરિકોએ આ અંગે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું પરંતુ આનો કોઇ ઉકેલ આવતો ન હતો, એવામાં કોરોના બીમારી આવી જતાં લોકોનો ભય આૈર વધ્યો હતો અને જો તંત્ર કોઇ પગલાં નહીં લે તો ચીફઓફિસરને ફરિયાદ કરવાનો ધ્રુજારો બતાવ્યો હતો.

જેના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ અંગે જેતપુર નવાગઢ નગરપાલિકાના મુકિતધામના ચેરમેન રમાબેન મકવાણા સાથે પણ વાત કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે નજીકના ભવિષ્યમાં જ આ સમસ્યાનો ઉકેલ આવી જશે, અને બન્યું પણ એવું જ. ભાસ્કરમાં અહેવાલ છપાયાના દિવસે જ ચીમની નવી નાખી દેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો