કાર્યવાહી:જેતપુરના પૂલ પરથી ખાબકેલા રિક્ષાચાલકનો મૃતદેહ મળ્યો

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી અોસરતાં ઝાડીમાં ફસાયેલો મૃતદેહ હાથ લાગ્યો

જેતપુર શહેરના દેરડી રોડ પર ભાદર નદીના બેઠી ધાબીના પુલ પરથી પાણીના પ્રવાહમાં રીક્ષા સાથે તણાઈ ગયેલા ચાલકની સામાં કાંઠાના મોટા પુલ નીચેથી કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ તા.14ના રોજ બન્યો હતો પરંતુ પાણી વધુ હોવાથી તરવૈયાઓને સફળતા મળી ન હતી. પાણી ઓછું થતાં ઝાડી ઝાંખરામાં ફસાયેલો મૃતદેહ હાથ લાગ્યો હતો.

રાત્રીના સમયે દેરડી રોડ પર ભાદર નદીના બેઠા પુલ પર પાંચ ફૂટ જેટલું પાણી ચડી ગયું હતું. અને ત્યાં પુલ પર અંધકાર હોય બોખલા દરવાજા પાસે રહેતો હારુનભાઇ આમદભાઇ આમદાણી ત્યાંથી રીક્ષા લઇને નીકળ્યો હતો અનેતેને પાણીનો કોઈ અંદાજો ન હોવાથી પુલ પરથી જેવો પસાર થયો તે સાથે જ બેઠો અને રેલીંગ વગરના પુલ પરથી પાણીના પ્રવાહમાં રીક્ષા સાથે તણાઈ ગયો હતો. અન્ય રીક્ષા ચાલકોએ તાબડતોબ પોલીસ અને પાલિકાને જાણ કરી હતી. અને રેસ્ક્યુ ટીમે નદીના પાણી ડહોળ્યા હતા. જેમાં ગત સાંજે પુલ પાસેથી રીક્ષા મળી હતી.

આજે વહેલી સવારે તેના પરીજનો બનાવ બન્યો ત્યાંથી થોડે આગળ સામાંકાંઠાના નવા પુલ પાસે પાણી ઉતરી ગયું હોવાથી નદી કાંઠે ઝાળી ઝાંખરામાં શોધખોળ કરતા હતા ત્યાં તેમને કોહવાઇ ગયેલી હાલતમાં હારૂનભાઈની લાશ મળી આવતા તેને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...