લોકમાગણી:જેતપુરના પછાત વિસ્તારોની સાથે જ નગરપાલિકાનું ઓરમાયું વર્તન

જેતપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટલાઇટ, રોડ, પાણી સહિતની સુવિધા આપવા લોકમાગણી
  • તંત્ર સમસ્યાના ઉકેલના આશ્વાસનો જ આપતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

જેતપુર નવાગઢ નગરપાલિકાના સતાધિશો પોતાના મત વિસ્તારના મત મેળવવા માટે પછાત વિસ્તારોમાં પહોંચી જાય છે અને ત્યાંના લોકોને લાઈટો તેમજ રસ્તાઓની સમસ્યાના નિરાકરણની લોલીપોપ આપી મત માગી લીધા બાદ તેમનો કોઇ ભાવ પૂછતું નથી.

આથી આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસરને આવેદન આપી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું પછાત વિસ્તારો પાલિકાના કાર્યક્ષેત્રમાં નથી આવતા ? આ વિસ્તારો સાથે સતત કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે ? જેતપુર શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ તથા શહેર કોંગ્રેસના યુવા મહામંત્રીએ સવાલો ઉઠાવ્યા હતા કે શહેરમાં છેલ્લા એક વર્ષથી જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે નવી લાઈટોની સરવેની કામગીરી બાદ નવી ગ્રાન્ટ પાસ કરવામાં આવશે.

છતાં એક વર્ષ બાદ હજુ શહેરને અંધારામુક્ત કરવા ગ્રાન્ટ મળી નથી તો એ ક્યારે મળશે ? પછાત વિસ્તારમાં સતત અંધારા છવાયેલા રહેતા હોવાથી 15-20 દિવસથી લાઈટ રિપેરિંગ બાબતે ફરિયાદ કરવામાં આવે છે. છતાં ફરિયાદ મુજબ કામ થતા નથી અને ભાજપના સુધરાઈ સભ્યો પોતાના વિસ્તારમાં વગ વાપરીને લાઈટ રીપેરીંગ કરાવી લે છે.

અન્ય સમાચારો પણ છે...