તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા શક્તિને નમન:70 વર્ષના વીરાંગના માનસિક અસ્થિર વૃદ્ધાના ટેકણલાકડી બન્યા

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના જેમને રહેવા માટે મકાન ભાડે આપ્યું, એ બહેનની સેવામાં જ વિતાવે છે આયખું

આજના જેટ યુગમાં અન્યની દરકાર કે સેવા કરવી તો કેવી રીતે બને? વર્તમાન સમયમાં સૌથી વધારે દયનીય સ્થિતિ હોય તો તે વૃદ્ધ લોકોની છે કારણ કે જે માં-બાપે પેટે પાટા બાંધી છોકરાઓને મોટા કર્યા હોય, કામે ધંધે લગાડયા, હોય તેનો સંસાર વસાવી દીધો હોય તે જ મા-બાપ છોકરાઓને ભારે પડવા લાગે છે. વૃદ્ધાશ્રમો વધતા જાય છે.આવા સમયે વૃદ્ધો અને જરૂરિયાત મંદોની સારવાર કોઈ ત્રાહિત વ્યક્તિ કરે તે આ સમયમાં ખારા રણમાં મીઠી વીરડી સમાન છે.

આવી જ હકીકત બની છે જેતપુરમાં બાવાવાળા પરામાં. અહીં હવેલી પાસે પોતાના જૂનવાણી મકાનમાં રહેતા ૭૦ વર્ષના વિધવા ધનલક્ષ્મીબેન ગિરજાશંકર વ્યાસ એકલા રહે છે. પોતાની બે દીકરીઓ સોનલ તથા રૂપલ સાસરે છે. પતિની હયાતી વખતે વસંતભાઈ પડીયા પત્ની રંજનબેન સાથે રહેવા આવેલા. સમયાંતરે વસંતભાઈનું અવસાન થયું અને રંજનબેન નિરાધાર થઈ ગયા.

પોતે મકાનમાલિક, બહેન કરતાં વધુ લાગણી
વૃદ્ધાવસ્થા અને એકલતાના કારણે રંજનબેન માનસિક અસ્થિર થઈ ગયા મકાનમાલિક ધનલક્ષ્મીબેને નજીકનાઓને અનેક વખત જાણ કરી પરંતુ બધાએ ઊંચા હાથ કરી દીધા. આથી ધનલક્ષ્મીબેન જ રંજનબેનની તમામ જરૂરિયાતો પૂરી પાડતા. રંજનબેન દિવસ-રાત રાડો નાખે, ગાળો બોલે પરંતુ ધનલક્ષ્મીબેન દરકાર ન કરે. ખુદ પોતાને હાલ અન્યની સેવાની જરૂર છે ત્યારે ધનલક્ષ્મીબેન દિવસ-રાત જોયા વિના રંજનબેનની સેવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...