આવેદન:જેતપુર પાલિકાનો LED લેમ્પનો કોન્ટ્રાક્ટ રદ કરવાની રજૂઆત

જેતપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ બંધ જ હોય, સમયે ચાલુ જ ન થતી હોવાની ફરિયાદ

જેતપુર પાલીકામા ચાલતો એલઇડી લેમ્પનો કોન્ટ્રાક્ટ રદ કરવા આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ જેમાં જણાવાયું હતું કે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે લેમ્પ ભાગ્યે જ ચાલુ હોય છે અથવા તો મોટાભાગે બંધ જ હોય છે. આથી અા કંપની પાસેથી કોન્ટ્રાક્ટ લઇ લેવા માગણી કરાઇ છે. શહેરમા છેલ્લા ઘણા સમયથી રાજ્યકક્ષાએથી શહેરમા પાલીકાના હદ વિસ્તારમા એલિડી લાઇટનો કોન્ટ્રાક્ટ ઇએસેલ કંપનીને આપવામા આવેલ છે. જ્યારથી આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે ત્યારથી શહેરમા રોડ, રસ્તા, અને મહોલ્લાની લાઇટો બંધ હોવા અંગેની ફરિયાદો સતત મીડીયામા જોવા, સાંભળવામળી રહી છે.

આ કંપનીના જવાબદાર સંચાલકો મેન્ટેનન્સના નિયમો અને કામની શરતોને ઘોળીને પી ગયા હોય તેમ ક્યારેય યોગ્ય સમયે રિપેરીંગ કરવા આવેલ નથી. થોડા દિવસ પહેલા એક આવેદન પત્રના જવાબમા હાલ લાઇટો નથી તેવુ જણાવાયું અને સર્વે ચાલતો હોવાનુ ગાણુ ગાઇ રહ્યા હતા ત્યા અમુક વિસ્તારમા અચાનક નવી લાઇટ આવી ગઇ જે બાબતે શહેરના અનિકેતભાઇ પટેલ, અમિતભાઇ માંગરોલિયા, ફિરોઝભાઇ ખેભર અને દીપભાઇ જગડે આવેદન પત્રમા આક્ષેપ કર્યો હતો કે આ કમ્પનીના જવાબદારો મતભેદની ગણતરીથી ચાલતા હોય, શહેરની પાલીકાની જવાબદારીમા આવતી લાઇટોની સમસ્યાથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા છે.

આ બાબતે સુધરાઇ સભ્યો પણ મૂકપ્રેક્ષક બની જાણે નજારો જોયા કરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એક તરફ નવરાત્રી અને દીવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય તાત્કાલીક આ સમસ્યા દૂર થાય તે માટે મામલતદાર અને ચિફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...