કોરોનાના કેસમાં ઘટાડો:જેતપુરમાં એસટીએ બસના વધુ રૂટ શરૂ કર્યા

જેતપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુર ડેપોના કુલ 54 રૂટમાંથી 22 રૂટ કાર્યરત થયા
  • સરકારની ગાઇડલાઇન મુજબ 50% મુસાફરોની ક્ષમતા સાથે ચલાવાઇ રહી છે બસ સેવા

કોરોના મહામારીએ આખા દેશમાં તેનો કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે તેમાંથી રાજકોટ જિલ્લો અને તેમાં આવેલું જેતપુર શહેર પણ બાકાત રહ્યું નથી. કોરોના મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડું પણ ગુજરાત ઉપર આફત બનીને આવ્યું હતું. જેને લઈને રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી બસની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે જેતપુર એસટી ડેપોના 54 રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

જો કે વાવાઝોડાએ જેતપુર અને જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ્સું નુકશાન નહોતું પહોચાડ્યું. આથી હવે જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે ત્યારે જેતપુર ST ડેપોએ અમુક રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેતપુર ST ડેપો મેનેજર પી.યુ. મીરએ જણાવ્યું હતું કે જેતપુર એસટી ડેપો દ્વારા તાઉતે વાવાઝોડાના કારણે બંધ કરાયેલા એસટી બસના રૂટ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

જેતપુર એસટી ડેપોના કુલ 54 રૂટ માંથી 17 રૂટ પર જ જેતપુર એસટી વિભાગ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી હતી. ત્યારે જેતપુરમાં કોરોના સંક્રમણ ઘટ્યું હોવાના કારણે હાલ 5 રૂટ વધુ શરૂ કરવામાં આવતાં કુલ 54 માંથી 22 રૂટ પર જેતપુર ST બસ ડેપો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે.

એસટી બસ ડેપોના મેનેજર પણ થયા હતા કોરોના સંક્રમિત
કોરોના મહામારીના કારણે પણ જેતપુર એસટી ડેપોના કુલ 54 રૂટ માંથી ફક્ત 22 રૂટમાં એસટી બસની સેવાઓ ચાલુ છે. જે તે સમયે કોરોના મહામારીમાં ફરજ બજાવતા જેતપુર ST ડેપોના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જેતપુર ST ડેપોના મેનેજર મીર પણ કોરોના સંક્રમિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...