માંગણી:જેતપુરના મેવાસામાં યુરિયામાં માટી, પથ્થરોની ભેળસેળથી ખેડૂતો આગબબૂલા, મંડળીમાંથી લીધેલા ખાતરની બોરીમાં દોઢ કિલો માટી !

જેતપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભેળસેળીયું ખાતર ધાબડી દેવાતાં ખેડૂતોમાં ભારે નારાજગી છવાઇ છે. - Divya Bhaskar
ભેળસેળીયું ખાતર ધાબડી દેવાતાં ખેડૂતોમાં ભારે નારાજગી છવાઇ છે.
  • મંડળી સામે કાનૂની રાહે પગલાં લેવા કિસાનોની માગણી

જેતપુરના મેવાસા ગામે સહકારી મંડળીમાંથી ખરીદેલા યુરીયા ખાતરમાં કેટલાક ખેડૂતોને ખાતરની બોરીમાંથી યુરીયા સાથે એકથી દોઢ કિલો જેટલી માટી અને પથ્થરો નીકળતા ખેડૂતોએ ખાતરમાં ભેળસેળ કરનાર સામે કાનૂની રાહે પગલાં ભરવાની માંગ કરી હતી.જેતપુરના મેવાસા ગામે ખાતરમાં માટી અને પથ્થરો ભેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ગામમાં આવેલી સહકારી મંડળી પાસેથી ખેડૂતોએ યુરીયા ખાતરની ખરીદી કરી હતી. જેમાં ખેડૂત જેન્તીભાઈ કોટડીયાએ પહેલા ત્રણ બોરી ખરીદી હતી જેને ખોલતા ત્રણેય બોરીમાંથી પાંચ પાંચ કિલો જેટલી કાળી માટી નીકળી હતી. યુરીયા સફેદ હોય અને તેમાં કાળી માટી નીકળતા જેન્તીભાઈને ખાતરમાં કૌભાંડ હોવાની શંકા થતા તેઓએ ખેડૂત આગેવાન ચેતનભાઈ ગઢીયાને ખાતરમાં ભેળસેળની વાત કરી હતી. વાસ્તવમાં ખાતરમાં માટી, પથ્થરો ભેળવવાનું કૌભાંડ છે કે શું ? તે જાણવા ચેતનભાઈના કહેવાથી જેન્તીભાઈને ફરી ખાતર ખરીદીને મીડિયા સમક્ષ ખોલતા તેમાં એકથી દોઢ કિલો જેટલી માટી અને પથ્થરો નીકળતા ખાતરમાં કૌભાંડ જ હોવાનું જણાયું હતું.

આ અંગે ચેતનભાઈએ જણાવેલ કે, યુરીયા નાઇટ્રોજનના બનેલ હોય છે અને તે હવાના સંપર્કમાં આવતા જ બાષ્પીભવન થઈ જતું હોય છે. એટલે કે યુરીયામાં માટી કે પથ્થરોનો કોઈ રોલ જ હોતો નથી તો તે બોરીમાં આવ્યા ક્યાંથી ? અને કેટલાક ખેડૂતો તેમના પાક વચ્ચે નવીન પ્રકારનું ઘાસ ઊગી નીકળતું હોવાનો પણ જણાવેલ જેથી ખાતરમાં ઘાસના બિયારણનું પણ ભેળસેળ કરતા હશે એટલે જંતુનાશક દવાવાળાનો પણ વેપાર ચાલે.આથી ખેડૂતોને પાયમાલ કરવાનો કારસો રચનાર કૌભાંડિયાઓને ખુલ્લા પાડવા, અને આ યુરીયામાં ભેળસેળની તટસ્થ તપાસ કરવાની ખેડૂતોએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...