તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે મોંઘવારી!:જેતપુરમાં ગૃહઉદ્યોગના કારખાનામાંથી તસ્કરોએ 15 તેલના ડબ્બા ચોરી લીધા

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેલનો ડબ્બો ચોરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ - Divya Bhaskar
તેલનો ડબ્બો ચોરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ
  • ખાખરા બનાવવાના કારખાનામાંથી 10 દિવસમાં 15 ડબ્બા ગાયબ
  • સીસીટીવી ફૂટેજના આધારે સગડ મેળવી બે શખ્સની શંકાના આધારે ધરપકડ કરાઇ

જેતપુરનાં બળદેવ ધાર વિસ્તારમાં એક ખાખરાનાં ગૃહ ઉદ્યોગના કારખાનામાંથી કોઈ અજાણ્યા તસ્કરો દસ દિવસમાં તેલનાં ૧૫ ડબ્બાની ચોરી કરી ગયાંની ફરિયાદ કારખાનેદારોએ સિટી પોલીસમાં નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.

મોંઘવારીએ માઝા મૂકી હોવાની સાબીતી આપતી ચોરી હવે નવાઇ નથી રહી. તસ્કરો પણ મજબૂરીને વશ થઈને ખાવા પીવાની ચીજ વસ્તુઓની ચોરી કરવા લાગ્યાં છે. શહેરની બળદેવધાર વિસ્તારમાં ખાખરા બનાવવાનું સાક્ષી ગૃહ ઉદ્યોગ નામનું કારખાનું ધરાવતાં રામભારથી શિવભારથી ગૌસ્વામીએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનાં કારખાનામાંથી ગત ૧૬ તારીખે રાત્રીનાં સમયે તેલનાં બે ડબ્બા ચોરાઇ ગયાં, પહેલી જ વાર આવો બનાવ બન્યો હોઇ, કારખાનેદારે ચોરીની ફરિયાદ નોંધાવી ન હતી.

પરંતુ ત્યારબાદ ફરી બે અને ચાર ડબ્બાઓની ચોરી થઈ, આથી કારખાનેદારે કારખાનામાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યાં પરંતુ તસ્કરોને ચોરી કરતાં પકડાઈ જવાનાં ડર કરતાં મોંઘવારીનો ડર વધુ હશે તેમ ૨૫ તારીખે ફરી તેલનાં ડબ્બા ચોરી કરી ગયો. અને આ વખતે તો સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં પણ બે તસ્કર ચોરી કરતા નજરે પડયાં. હવે વધુ ચોરી ન થાય તે માટે કારખાનેદારે તેમનાં કારખાનામાંથી ગત તારીખ ૧૬ થી ૨૫ સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરો તેલનાં ૧૫ ડબ્બાઓ ચોરી કરી ગયાની સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે શંકાના આધારે પોલીસે પડોશમાં રહેતા એક ઘરની તપાસ કરતાં ત્યાંથી તેલના ડબ્બા મળી આવતાં કબ્જે કરી, બે શખ્શની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...