ધરપકડ:જેતપુર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સહિત સાત જુગાર રમતાં ઝડપાયા

જેતપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીમાં ધમધમતું’તું જુગારધામ,પૂર્વ સરપંચની અટકાયત

જેતપુરના મંડલીકપુર ગામે એક વાડી માલિક બારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે રેડ કરતા જેતપુર યાર્ડના ડિરેકટર, પૂર્વ સરપંચ સહિત સાત શખ્સને સવા સાત લાખના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા હતાં.

મંડલીકપુર ગામના સીમ વિસ્તારમાં પોતાના કબ્જાવાળી વાડી ધરાવતાં મોહનભાઇ કરસનભાઈ રાદડીયા રહે. મંડલીકપુરવાળો બહારથી મણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમી તાલુકા પોલીસને મળી હતી.

જે આધારે પોલીસે રેડ કરતાં વાડી માલિક મોહનભાઈ, નવઘણ કારાભાઈ સાંડેલા, વિશાભાઈ પરમાર, પરસોત્તમભાઈ ટીલવા, નવઘણભાઈ સાંડિલા, હરેશ સેંજલિયા અને રજનીશ સિહોરા, સિદ્ધનાથ મંદિરની બાજુમાં જૂનાગઢ વાળાઓને 1,11,740 રૂપિયાની રોકડ રકમ મોબાઈલ, મોટર સાયકલ, કાર સહિત કુલ 7,22,740 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

​​​​​​​જુગારના દરોડામાં જેતપુર માર્કેટીંગ યાર્ડના ડિરેકટર મોહનભાઇ રાદડિયા અને ગામના પૂર્વ સરપંચ અને હાલના પંચાયતના સભ્ય સરપંચ શિલ્પાબેનના પતિ હરેશભાઇ સેંજલીયા પણ પકડાયા હોવાથી લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...