આવો કેવો ભેદભાવ?:જેતપુરના સેલુકા ગામમાં દલિતો માટે અલગ જમણવાર રાખ્યો, વિવાદ થતાં યુવાનોને લાપસી જમાડી!

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના સેલુકા ગામમાં અનુસૂચિત જાતિના બાળકોને ગંદું પાણી પીવાનું કહેવાયું

જેતપુર તાલુકાના સેલુકા ગામે મામા દેવના માંડવાના જમણવારમાં અનુસૂચિત જાતિ સમાજનો જમણવાર અલગ રાખી તેમજ બાળકોએ પાણી માંગ્યુ તો વાસણ સાફ કરવા માટે રાખેલી ડોલમાંથી પાણી પીવાનું કહેતા સ્થિતિ વણસી હતી. ત્યાર બાદ કેટલાક યુવાને આવી ભેદભાવવાળી નીતિ અંગે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા આયોજકોને રેલો આવ્યો હતો ત્યાર બાદ દલિત યુવાનોને ત્યાં જ લાપસીની પ્રસાદી આપીને માફામાફી કરી લેવાતા મામલો થાળે પડ્યો હતો.

દલિતો માટે ઘરેથી લાવેલા વાસણોમાં જમણવાર રાખ્યો
જેતપુર તાલુકાના સેલુકા ગામે રાદડિયા પરિવાર દ્વારા મામા દેવના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિતે સમગ્ર ગામનું ધુમાડેબંધ જમણવાર રાખ્યો હતું. આ જમણવારમાં સમસ્ત ગામને પ્રસંગ સ્થળે જમણવાર રાખ્યો હતો, જયારે અનુસૂચિત જાતિ સમાજને તેમના વિસ્તારમાં આવેલા મંદિરે તેમના ઘરેથી લાવેલા વાસણોમાં જમણવાર રાખ્યો હતો.

વાસણ સાફ કરવાની ડોલમાંથી પીવાનું પાણી આપતા વિવાદ
ભેદભાવવાળા આયોજનની શહેરના અનુસૂચિત જાતિના યુવાનોને જાણ થતાં 20 જેટલા યુવાન ગામડે ગયા હતાં. જ્યાં જતા યુવાનો સમક્ષ ગામના અનુસૂચિત જાતીના કેટલાક બાળકો બળસહજ વૃત્તિથી પ્રસંગ સ્થળે ગયા હોય ત્યાં તેઓને જમવાનું તો ન જ આપ્યું પરંતુ પીવા માટે પાણી માંગતા પાણી પણ વાસણ સાફ કરવા માટે રાખેલી પાણીની ડોલમાંથી પીવાનું કહેતા બાળકો પાણી પીધા વગરના ચાલ્યા ગયા હોવાની વાત બાળકોએ જણાવી હતી.

લાપસી જમાડી ભેદભાવ નહિ રાખવાનું વચન આપતા મામલો થાળે પડ્યો
જેથી અનુસૂચિતજાતિના યુવાનોને મળેલી માહિતી સત્ય નીકળતા આ યુવાનો પ્રસંગ સ્થળે પહોંચ્યા હતાં. આમ, ભેદભાવ તેમજ આભડછેટનો પ્રશ્ન અનુ. જાતિના શહેરી યુવાનો સમક્ષ ઉપસ્થિત થતા તેઓએ આ ભેદભાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની ચીમકી આપતા આયોજકોની શાન ઠેકાણે આવી હતી અને સમસ્ત ગામ સાથે અનુસૂચિત જાતિના લોકોને પણ પ્રસંગ સ્થળે જ જમવાનું આપવાનો નિર્ણય લેવાયો હતો. અને શહેરથી આવેલા યુવાનોને લાપસી જમાડી ભેદભાવ નહિ રાખવામાં આવે તેવો વચન આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

માતાજીની લાપસી નહિ આપીએ કેમ કે તેની પરવાનગી માતાજીએ નથી આપી
અનુસૂચિત જાતિના લોકોનું જમણવાર તેઓના વિસ્તારમાં જ રાખ્યુ છે અને તેમાં ખોડિયાર માતાજીની લાપસી અમે નહિ આપીએ કેમ કે લાપસી આપવાની પરવાનગી અમોને માતાજીએ નથી આપી. - નરોત્તમ રાદડિયા, માંડવા પ્રસંગના આયોજક

આગેવાનોની સહમતીથી જ તેઓના વિસ્તારમાં જમણવાર રાખ્યો હતો
આ માંડવાના આયોજક વિનુભાઈ રાદડિયાએ ગામના અનુસૂચિત જાતિના આગેવાનો સાથે વાત કરીને તેઓની સહમતીથી અનુ.જાતિ સમાજના લોકોનો જમણવાર તેઓના વિસ્તારમાં કરવાનું નક્કી કર્યું હતું. - જેન્તીભાઇ ગુજરાતી, સરપંચ, સેલુકા ગામ

અન્ય સમાચારો પણ છે...