દુર્ઘટના:જેતપુરના સ્ટેશન વાવડી ગામના સરપંચનું કૂવામાં પડી જતાં મોત

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડના ડિરેક્ટરનો પીપળાની ડાળી કાપતી વખતે પગ લપસ્યો

જેતપુર તાલુકાના સ્ટેશન સ્ટેશન વાવડી ગામના સરપંચ તેમજ હાલના જેતપુર માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર પોતાની વાડીએ અકસ્માતે પગ લપસતાં કૂવામાં પડી જતાં મોત નિપજ્યુ હતુ.

જેતપુરના સ્ટેશન વાવડી ના સરપંચ તેમજ યાર્ડનાં હાલના ડિરેક્ટર શીવલાલ બચુભાઈ ભૂવા (ઉ.વ.51) તા.4નાં રોજ વાડીમાં આવેલા કૂવા પાસે પીપળનાં વૃક્ષની ડાળી કાપતાં હતા એ સમયે એકા એક પગ લપસતાં પાણી ભરેલા કુવામાં ગરકાવ થયાં હતાં જેની જાણ આજુબાજુના સ્થાનિકોને જાણ થતાં શિવલાલ ભૂવાને કૂવામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જેતપુર સરકારી હોસ્પિટલનાં ફરજ પરના ડોકટરે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવાર તેમજ સ્ટેશન વાવડી ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

મૃતદેહને પીએમ રિપોર્ટ માટે ખસેડી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતે મૃત્યુ પામનારા શીવલાલ બચુભાઈ ભુવા સ્ટેશન વાવડી ગામના સરપંચ તો હતા સાથે જેતપુર માર્કેટ યાર્ડના હાલના ડિરેકટર પણ હતા. અકસ્માતે મોત થતા જેતપુર માર્કેટીંગ યાર્ડમાં હરાજી પણ બંધ રાખવામાં આવી હતી. તેમજ આજે સ્વ. શીવલાલ ભુવાને શ્રધ્ધાંજલી અર્પવા માટે શુક્રવારે સવારના 11 કલાકે જેતપુર યાર્ડમાં સતાધિશો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે શોકસભાનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...