ઇજા મોતમાં પરિણમી:સરધારપુરની મહિલાનું બાઈક પરથી પટકાતાં મોત, જેતપુરના અમરનગર પાસે બની હતી દુર્ઘટના

જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાના ભાગે થયેલી ગંભીર ઇજા મોતમાં પરિણમી

જેતપુરના અમરનગર પાસેથી પસાર થઇ રહેલા દંપતીને કોઇ કારણોસર અકસ્માત નડ્યો હતો અને કોઇ કારણોસર પતિ સાથે જઇ રહેલી પત્ની બાઇક પરથી પટકાઇ હતી અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, આથી તેને તાબડતોબ સારવાર માટે ખસેડાઇ હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેનું મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

જેતપુરના અમરનગર પાસે બાઈકમાંથી પટકાતા સરધારપુરના જાગૃતીબેનનું રાજકોટ સિવિલમાં સારવારમાં મોત થતા પરીવારમાં શોક છવાયો હતો. અકસ્માતની વિગત મુજબ જેતપુરના નવાગઢ પાસે આવેલ સરધારપુરમાં રહેતા જાગૃતિબેન ભરતભાઈ મોરી (ઉ.વ.27) પતિ સાથે બાઈકમાં સવાર થઈ જેતપુર તરફ જઈ રહ્યા હતાં,ત્યારે અમરનગર અને સુલતાનપુર વચ્ચે ચાલુ બાઈકે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેને તાત્કાલિક 108 મારફતે સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં ચાલુ સારવારે જાગૃતિબેને દમ તોડતા પરીવાર પર આભ તૂટી પડયું હતું.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરતાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...